અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને સુપ્રીમકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. તેમણે પોતાની કંપની સમૂહના બે ડાયરેક્ટરો સાથે જેલ પણ થઈ શકે છે. વાત જાણે એમછે કે સુપ્રીમકોર્ટે એરિક્સન ઈન્ડીયાની અરજી પર અનિલ અંબાણી સહિત તેમના બે ડાયરેક્ટરો ને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનાં દોષી જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે તેમણે જાણી જોઈને ચૂકવણી કરી નથી. અનિલ અંબાણીની કંપની આરકોમે એરિક્સને ૫૫૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાના બાકી છે. મામલો એરિક્શન ઈન્ડીયાને ૫૫૦ કરોડ રૂપિયા આપવાનો હતો. આપને જણાવી દઈએ કે રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણી અને બીજા બે ડાયરેક્ટરોને ચુકવણી નહી કરતા ટેલિકોમ ઉપકરણ નિર્માતા એરિક્શને સુપ્રીમકોર્ટમાં ત્રણ અવગણના કરવાના કેસ દાખલ કર્યા છે. કોર્ટે અનિલ અંબાણી અને રિલાયન્સ ગ્રુપના બે ડાયરેક્ટરોને ૪ અઠવાડિયાની અંદર એરિક્શનને ૪૫૩ કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો છે. સાથે જ કહ્યુ છે કે સમયસીમાની અંદર પેમેન્ટ નહી ચુકવવામાં આવે તો ત્રણેયને ત્રણ ત્રણ મહીનાની જેલની હવા ખાવાની નોબત આવશે. સુપ્રીમકોર્ટે લાલ આંખ કરતા ત્રણેયને કોર્ટની અવગણના કરવાનો એક એક કરોડનો દંડ ફટકાર્યો છે. જો એક મહીનામાં દંડની રકમ જમા નહી કરવામાં આવે તો ૧ મહીનાની જેલની સજા પડશે. સુપ્રીમ કોર્ટ આરકોમને ૧૫ ડિસેમ્બર સુધીમાં ચૂકવણી કરવાના આદેશ આપ્યા હતા. સમગ્ર મામલામાં જે બે ડાયરેક્ટર વિરૂદ્ધ સુપ્રીમકોર્ટે કાર્યવાહી કરી છે તેમાં તેમાં રિલાયન્સ ટેલિકોમના ચેરમેન સતીશ શેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલના ચેરમેન છાયા વિરાણીનો સમાવેશ થાય છે.
હવે એરિક્શન ઈન્ડીયાએ આરોપ લગાવ્યો છે કે રિલાયન્સ ગ્રુપની પાસે રાફેલ વિમાન સૌદામાં રોકાણ માટે જે રકમ લગાવી છે તેમ છતા ૫૫૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવા અસમર્થ છે. અનિલ અંબાણીના નેતૃત્વવાળી કંપનીએ આ તમામ આરોપથી ઈન્કાર કર્યો છે.
અંબાણીએ સુપ્રીમકોર્ટને જણાવ્યુ કે મોટાભાઈ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિયોની સાથે સંપત્તિનો સોદો નિષ્ફળ જતા તેમની કંપનીએ દેવાળુ ફુકવાની કાર્યવાહી કરી રહ્યા છે એવામાં આ રકમ પર તેમનું કોઈ નિયંત્રણ નથી. રિલાયન્સ કમ્યુનિકેશને કોર્ટને જણાવ્યુ કે એરિક્શને પોતાની રકમ મેળવવા જમીન આસમાન એક કરી દીધા. પણ અનિલ અંબાણી આ રકમ જમા કરાવી શક્યા નથી.
આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી અંબાણી, રિલાયન્સ ટેલિકોમના અધ્યક્ષ સતીશ શેઠ, રિલાયન્સ ઈન્ફ્રાટેલની અધ્યક્ષ છાયા વિરાણી અને એસબીઆઈના અધ્યક્ષ વિરૂદ્ધ દાખલ કરી છે.