બાબરા તાલુકાના કરીયાણા (માધુપુર) ગામના બે કોળી પરિવાર ના વૃદ્ધ ભાઈ ઓ આજે બાબરા ખાતે પોતાના બેંક એકાઉન્ટ ના કામે આવ્યા બાદ પરત ફરતી વખતે બાબરા કરીયાણા રોડ ઉપર આવત્તા રામપરા ડેમ નજીક પહોચ્યા ત્યારે સામેથી આવતી સ્કોડા કાર નંબર જી જે ૦૧આર સી ૧૩૧૭ ના ચાલકે અડફેટે લેતા બન્ને ના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા જયારે અન્ય બાઈક ચાલકો ને પણ અડફેટે લેતા બે ને ઈજા થતા સારવાર માટે બાબરા ખસેડવા માં આવ્યા છે.
પ્રાથમિક વિગત મુજબ માધુપુર રહેતા ખેડૂત કોળી નરશીભાઈ મનજીભાઈ જાદવ ઉવ ૭૦ ,તેમજ કોળી ડાયાભાઇ મનજીભાઈ જાદવ ઉવ .૬૦ આજે બાબરા બેન્કિંગ કામે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ ની રકમ પોતાના ખાતામાં જમા થવા અંગે જાણકારી મેળવવા આવ્યા બાદ પરત ફરતી વખતે સામે થી આવી રહેલી કાર ના ચાલકે બે ફીકરાઈ ભર્યું ડ્રાયવીંગ કરી અથડાવી દેતા બંને ના ધટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. જયારે આ બનાવ વખતે અન્ય બાઈક સ્વાર પણ ઝપટ માં આવી જતા સુરેશ બાબુભાઈ ડાભી રે. કર્ણુકી તેમજ મહેશ નાગજી સરલા રે.નીનામા ને નાનામોટી ઇજા થતા સારવાર અર્થે બાબરા સિવિલ માં ખસેડવા માં આવ્યા હતા
અકસ્માત નોતરી કાર ઘટના સ્થળે મૂકી નાસી છુટેલા અણજાણ્યા ચાલક સામે પોલીસ દ્વારા ગુનો નોંધવા માં આવ્યો છે.
બનાવ અંગે જાણ થતા કરીયાણા ના સરપંચ ભરતભાઈ સાકરિયા આગેવાન અશોકભાઈ ખાચર માધુપુરના ચંદુભાઈ ખુંટ નીતિનભાઈ ખુંટ દોડી આવી મૃતકો અને ઇજા ગ્રસ્તો ને દવાખાને પહોચાડવા સહિત ની દોડધામ હાથધરી હતી.