સોસિયા ગામમાં નવનિર્મિત રામજીમંદિરના દૃશન કર્યા બાદ પૂ.બાપુ સ્વામિનારાયણ ગૃરકુળ સોસિયામાં શુભેચ્છા મુલાકાત અને સંચાલકની ઓફિસના ઉદ્દઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓની વચ્ચે એક કલાક રોકાયા હતાં. અહીંયા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજીના નૃત્યથી પ્રભાવિત થઈને પુ.ેબાપુએ ગુરૂકુળની શિક્ષણપ્રથામાં શિક્ષા, દિક્ષા, ભિક્ષાનું પ્રાધાન્ય વર્ણવતા જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા સત્યાચરણનું શિક્ષણ, સમષ્ટિ- પ્રેમની દિક્ષા અને કુરૂણાની ભિક્ષા આપવાની હોય છે. આ સંસ્થા માટેના સંદેશમાં પૂ. બાપુએ લખ્યુ કે પ્રસન્નતા, સંપન્નતા અને પ્રપન્નતા માટે પ્રભુ પ્રાર્થના, રામ સ્મરણ સાથે. પુ.બાપુની સાથે સંસ્થાના સંચાલક પૂ. કે.પી.સ્વામી, અકવાડા ગુરૂકુળના પૂ. વિષ્ણુ સ્વામીઅ ને ગઢડા સ્વામિનારાયણ ગુરૂકુળના પૂ. વિષ્ણુ સવામીઅ ને ગઢડા સ્વામિનારાયણ ગુરૂકુળના પૂ. ઘનશ્યામ સ્વામી ઉપરાંત ડો. મનહરભાઈ ઠાકર જોડાયા હતાં. સોસિયા ગુરૂકુળના સુખદેવસિંહ ગોહિલના આયોજન હેઠળ પૂ. બાપુના કાર્યક્રમને રાજભા ગોહિલનો સથવારો સાંપડ્યો હતો. શાળાના આચાર્ય જીવરાજભાઈ પરમારે આભારવિધિ કરેલ.