પૂજય મોરારિબાપુની નિશ્રામાં સેંજળધામ ખાતે ધ્યાન સ્વામીબાપા ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતા ત્રિવિધ કાર્યક્રમો પૈકી આજે ૧૯ ફેબ્રુઆરીએ સમાધિ મંદિરનો ૩રમો પાટોત્સવ, ૧૭મો સમુહ લગ્નોત્સવ અને નવમો ધ્યાન સ્વામીબાપા એવોર્ડ અર્પણ સમારોહ સંપન્ન થયો.
પ્રસંગોચિત ઉદ્દબોધનમાં પૂજય બાપુએ જણાવ્યું કે અહીં બધા સંતચરણો હેતુ વગરનું હેત વસરાવવા પધારે છે. ભગત થવું બહુ અધરૂં છે, બાપ. હેરાન થયા વગર હરિભજન થઈ શકતું નથી. બાપુએ કહ્યું કે સમાધિ આગળ ચેતન શબ્દ લગાડવાની જરૂર નથી. સમાધિઓ સદા ચેતન જ હોય, એ કદી જડ હોઈ શકે જ નહીં. સમાધિ સુધી પહોંચવાની પ્રક્રિયાઓ વર્ણવતા બાપુએ કહ્યું કે એક પ્રક્રિયા છે સ્વરૂપ અનુસંધાન જે ભગવાન શંકર દ્વારા આપવામાં આવી. જેણે નીજ સ્વરૂપમંનું અનુસંધાન કર્યું. અને સમાધિ સુધી પહોચે. ભગવાન પતંજલિએ ચિત્તવૃત્તિના નિરોધ દ્વારા યોગ માર્ગના આઠમા સોપાન સાથેની સમાધિની પ્રક્રિયા દર્શાવી છે. ભગવાન બુદ્ધને સમાધિ સુધી પહોંચતા જ નથી તેઓ તો ધ્યાન સુધી જ પહોંચવાનું કહે છે. ચૈતન્ય સ્વામિ હરિનામ સંકિર્તન દ્વારા સમાધિની પ્રક્રિયા અપનાવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં સ્મરણ સમાધિ સુધી પહોંચાડે છે. સેવાનો મારગ પણ સમાધિ સુધી પહોંચાડે કોઈ સેવા ન કરે પણ એકાંતમાં ચિંતન કરેઅ ેવો રમણ મહર્ષિએ ચીંધેલો માર્ગ પણ સમાધિની એક પ્રક્રિયા છે. બાપુએ જણાવ્યું કે આશ્રમોમાં સાધનોના ભોગે વ્યવસ્થા વધારવાની જરૂરી નથી. જયાં માત્ર વ્યવસ્થા વધશે પણ સાધનાની પીડીકા નહીં હોય ત્યાં એ પ્રક્રિયા લંબો સમય ટશકશે નહીં. કાર્યક્રમમાં મહામંડલેશ્વર વસંતબાપુ હરિયાણી, મહામંડલેશ્વર નિર્મળાબા, સાયલાના મહંત દુર્ગાદાસબાપુ, જુનાગઢના મહામંડલેશ્વર જગુબાપુ ઉપરાંત કચ્છ- કતડિયાવાડની અનેક જગ્યાઓના સંતો-મહંતો અને ભાવકોની ઉપસ્થિતિમાં ચલાળા દાતબાપુની જગ્યાના ગાદીપતિ વલકુબાપુને ધ્યાન સ્વામીબાપા એવોર્ડ અર્પણ કરીને તેમની ભાવંદના થઈ.
પૂજય વલકુબાપુએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે અમને ભગતને જો ભક્ત તરીકે કોઈએ જોયા હોય, જોડ્યા હોય અને સ્વીકાર્યા હોય તો તે સંત શિરોમણિ પૂજય મોરારિબાપુ છે. તેમણે કહ્યું કે અમારી મેનર અને અમારૂ બેનર સલામત રહે એવા આશીર્વાદ આ સમાધિઓ દ્વારા અમને મળતી રહે. કાર્યક્રમનું રસપ્રદ અને ભાવપુર્ણ સંચાલ હરિચંન્દ્ર જોશીએ કર્યું.