પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવનાર કાંધલ જાડેજા સહિત ૧૦ લોકોની અટકાયત

971
guj22122017-6.jpg

બે ટર્મથી પોરબંદરની કુતિયાણા બેઠકમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા કાંધલ જાડેજા અને તેના બે ભાઇઓ સામે રાણાવાવ પોલીસ મથકમાં હંગામો મચાવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ બાદ પોલીસે ધારાસભ્ય તેમજ રાણાવાવ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ૧૦ વ્યક્તિની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત દસ લોકોની પોલીસે અટકાયત કરી છે. કાંધલ જાડેજા, કાના જાડેજા અને કરણ જાડેજા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં હંગામો
 કરવાના આરોપસર ફરિયાદ નોંધાઇ છે. કાંધલ જાડેજા સહિત ત્રણ ભાઈઓ મળી કુલ ૧૦ લોકોએ પોલીસ સ્ટેશન ધસી આવી હોબાળો કર્યો હતો. આ હોબાળામાં પોલીસ સ્ટેશનમાં ટેલિફોન પણ તૂટી ગયા હતા.
આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધારાસભ્ય કાંધલ તેમજ રાણાવાવ પાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન સહિત ૧૦ થી વધુ લોકો સામે ગુન્હો નોંધી અટકાયત કરી હતી.

Previous articleસ્વાસ્થ્યવર્ધક શેરડીનું આગમન
Next articleમોદીએ ગુજરાત-હિમાચલમાં ખુબ મહેનત કરી : અમિત શાહ