મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા ભાવનગર શહેરી વિસ્તારમાં (હાઈકોર્ટ રોડ, હલુરીયા ચોક, દિવાનપરા રોડ)ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાના મોટા વેપારીઓ, પાન ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૩ જેટલી દુકાનો પાસેથી રૂા.૨૯૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ. જેમા વેપારીઓ દ્વારા તમાકુની કેન્સર થાય વેચાણ પ્રતિંબધ છે. એવુ લખામ સાથે નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચેતવમી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પ્રતિબંધ હોવાનું જણાવેલ.
આ કામગીરીમા એપિડેમિક મેડીકલ ઓફિસર ડો.પી.એ. પઠાણ, પોલીસ વિભાગની એસ.ઓ.જી.ટીમ, જીએસટી ઘટક-૧ વિભાગના કેતન ભટ્ટ તથા નયનાબેન શામલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રામભાી તથા એનટીસીપી કાઉન્સેલર મમતાબેન જોડાયા હતા.