ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ર૦૧૯-ર૦નુ કુલ રકમ રૂા. ૧રપ૩૮૭નું સરભર અંદાજપત્ર આજે શાસકોની બહુમતિ સભ્યોની સહમતિથી પાસ કરવામાં આવેલ આ બજેટ બેઠકમાં વિપક્ષ કોંગીના ત્રણ સભ્યો કલ્પેશ મણીયાર, નિર્મળસિંહ જાડેજાનો વિરોધ જેમાં વિવેક દિધે અસપષ્ટ રહ્યા હતાં. જેઓ મતદાન મવેળા બહાર ચાલ્યા ગયા હતાં.
નગર પ્રાથમિક શિક્ષણ કમિટીની ચેરમેન નિલેશભાઈ રાવળના અધયક્ષ પદે મળેલ જે બેઠકમાં શાસનાધિકારી ભટ્ટ ર૦૧૯-ર૦નું અંદાજ પત્ર રજુ કર્યુ હતું. આ અંદાજ પત્રમાં તંત્રે આવક જાવકની વિગતો રજુ કરેલ કોંગીના નિર્મળસિંહ અને કલ્પેશભાઈએ બજેટ ભુલ ભરેલું છે. તેવી વાત કરીને બજેટનો વિરોધ કર્યો હતો. આ વિગત સામે ચેરમેન નિલેશ રાવળે કહ્યું કે સુધારા દરખાસ્તો મુકોને અમને વાંધો નથી પરંતુ વિપક્ષે આવી કોઈ લેખિતથી સુધારા દરખાસ્ત મુકી શકેલ નહીં. વળી નિર્મળસિંહે એવી વાત પણ કરી કે કામ કરે તેની ભુલ થાય. કલ્પેશભાઈએ આંકડા ખોટાની વાત જણાવી. એક સભ્યએ કહ્યું કે ૮૦ ટકા ચર્ચામાં વિપક્ષે સરસરની વાત કરી. ચેરમેન કહ્યું કે આ બજેટ શિક્ષણનું છે. શિક્ષણ સમિતિમાં બજેટ પાસ ન કરવાની વિપક્ષની વાત શિક્ષણ માટે ઈતિહાસમાં પ્રથમ છે. બજેટમાં અને તે પણ શીક્ષણ જેવા બજેટમાં વિપક્ષ આવુ વલણ લે તે વ્યાજબીનો કેવાય આમાં ભાજપ કોંગ્રેસનો આવે, બાળકોના શિક્ષણના કામોમાં પણ તમારો વિરોધ વ્યાજબી પણ ન કેવાય એવી ચેરમેન ટકોરો કરવા છતા વિપક્ષના બન્ને સભ્યો ચાલ્યા ગયા હતાં. આવી સ્થિતિમાં વિવેક દિધે લગભગ મૌન રહ્યા હતાં.
મળેલી બજેટ બેઠકમાં કમલેશભાઈ ઉલવા હરેશ મકવાણા જ જ લવંતભાઈ ગાંધી વિગેરે સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. બજેટ બેઠકની ચર્ચામાં વિગતવારની દરખાસ્તો સામે જુદી-જુદી ચર્ચા કરેલ, જેમાં શિક્ષણને લગતી બાબતોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં નિર્મળસિંહે એવુ પણ જણાવ્યું કે ગામ વધતુ જાય છે. સ્કુલોમાં બાળકોની ઘટ બતાવે છે. ચેરમેન કહ્યું કે બાળકોના શિક્ષણમાં તમારો વિરોધ સારો ન લાગે આમ છતા શિક્ષણ બજેટ સામે જુદા- જુદા મુદ્દા ઉભા કરી શિક્ષણના વિપક્ષી બે સભ્યોએ શિક્ષણનું બજેટ સર્વાનુમતે પાસ થતા અટકાવ્યું હતું. આમ શિક્ષણ ક્ષેત્રે બજેટ સર્વાનુમતે પાસ ન થતા આમ સભ્યો અને લોકોમાં પણ ચર્ચાનો મુદ્દો ઉભો થયો છે.