ભારતમાં ઓસ્ટ્રેલિયાની સામે ૨૪મી ફેબ્રુઆરીથી ટી-૨૦ અને વનડે શ્રેણી શરૂ થઇ રહી છે. આ શ્રેણી પહેલા જ ભારતીય ટીમને મોટો ફટકો પડી ગયો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પીઢમાં પીડાના પરિણામ સ્વરુપે બહાર રહેવાની ફરજ પડી છે. તેની જગ્યા પાંચ મેચોની વનડે શ્રેણી માટે રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા આજે આ મુજબની જાહેરાત કરાઈ હતી. બીસીસીઆઈએ કહ્યું છે કે, બોર્ડની મેડિકલ ટીમે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. તેને લોવર બેટની સમસ્યા થઇ છે જેથી બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જવા માટે કહેવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા આગામી સપ્તાહમાં એનસીએમાં જશે. ઓસ્ટ્રેલિયાની સામે ટી-૨૦ શ્રેણી માટે હાર્દિકની જગ્યાએ અન્ય કોઇનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૪ સભ્યોની ટીમ યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે મેચોની ટ્વેન્ટી શ્રેણી અને પાંચ વનડે મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ૧૫મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવી હતી. મુંબઈમાં મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક મળી હતી જેાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બંને સિરિઝ માટે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન રાહુલની વાપસી થઇ હતી જ્યારે દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યો નથી પરંતુ તે ટી-૨૦ ટીમમાં સામેલ રહેશે. મુંબઈ ઇન્ડિયન્સના લેગસ્પીનર મયંક માર્કન્ડેનો ટ્વેન્ટી ટીમમાં સમાવેશ કરાયો હતો. વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે પાંચ વનડે મેચો બચી છે. આ સિરિઝને વર્લ્ડકપ માટે ડ્રેશરિહર્સલ તરીકે ગણવામાં આવે છે. આનાથી ટીમ ઇન્ડિયા માટે ચિત્ર સ્પષ્ટ થશે. બુમરાહે ઓસ્ટ્રેલિયાની સામે ત્રણ વનડે મેચોની શ્રેણી અને ન્યુઝીલેન્ડના પ્રવાસમાં નહીં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. રાહુલની ટ્વેન્ટી અને વનડે બંનેમાં એન્ટ્રી થઇ છે. દિનેશ કાર્તિકને પડતો મુકવામાં આવ્યા બાદ આને લઇને નારાજગીનું મોજુ પણ ફરી વળ્યું છે. હાર્દિક પંડ્યા ફિટનેસને લઇને વારંવાર પરેશાન રહે છે. આ શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી મેચ ૨૪મીએ રમાશે જ્યારે વનડે શ્રેણીની શરૂઆત બીજી માર્ચના દિવસે થશે.