સામાજીક કાર્યના ભાગરૂપે વૃધ્ધાશ્રમ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી સમાજ સંતાનોથી તરછોડાયેલા વયોવૃધ્ધ માવતરોને લાગણી-હુફની ઉષ્મા પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાવનગર શહેર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ દર્શનાબેન જોશીના આર્થિક યોગદાનથી તથા પાર્થ જોશી, હેમાંગ પંડયા, વિવેક પાઠક, હર્ષિલ ભટ્ટના સહયોગથી તા.૯-૯ના રોજ વૃધ્ધાશ્રમ ભાવનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ અને સ્નેહીજનો સંતાનોથી તિરસ્કૃત થયેલા અને ઘરડા ઘરમાં જીવન સંધ્યાના ઉબરે પહોંચેલા માવતરોને રાજી કરવા અને તેઓના જીવનમાં નવી આશાનો સંચાર કરવા હેતુ આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામમાં વિવેક પાઠક તથા હર્ષિલ ભટ્ટએ પોતાની કલા પીરસી ઉપસ્થિત શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા.