દાહોદ જિલ્લાના મોટી ખજુરીયા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ આજે રાજભવન ખાતે ગુજરાતના રાજયપાલ ઓ. પી. કોહલીની મુલાકાત લીધી હતી. રાજયપાલે બાળકો સાથે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો અને બાળકોએ રાજપાલના પ્રશ્નોના રસપૂર્વક જવાબો આપ્યા હતા. આ પ્રસંગે શાળાના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.