ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ૧૩ વેપારીઓને ૨૨ લાખનો દંડ ફટકારાયો

738

વેપારીઓ ઓછી રકમમાં વધુ નફો મેળવા નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલી વિવિધ કેન્ટીન અને દુકાનોમાં મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા વેપારીઓ પાસેથી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના પણ લેવાયા હતા. જેમાં મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ નાપાસ થયેલા સેમ્પલનો અધિક કલેક્ટર ગાંધીનગરની કોર્ટમાં કેસ ચાલતો હતો. આ વેપારીઓને ૨૨.૩૫ લાખનો દંડ ચૂકવવા આદેશ કર્યો છે.

ગાંધીનગરના ઇન્ફોસીટી વિસ્તારમાં આવેલી સંકલ્પ રેસ્ટોરન્ટને ૧૦,૦૦૦, સેક્ટર ૧૫ એલડીઆરપી કેન્ટીનને ૫,૦૦૦, સેક્ટર ૧ની ધાનયં નેચરલને રૂપિયા ૩૦,૦૦૦, દુર્ગા પાર્લર એન્ડ જનરલ સ્ટોરને ૨.૨૫ લાખ, સેકટર ૧૬ની નિકુંજ ફરસાણને ૧૦,૦૦૦૦, સેક્ટર ૨૧ જલધારા સેક્ટર ૨૧ જલધારા સુપર માર્કેટને ૪.૫૦ લાખ, ઇન્ફોસિટી વિસ્તારની કચ્છી કિંગને ૪ લાખ, ટીસીએસ કેન્ટીનને રૂપિયા ૧૦,૦૦૦૦ લાખ, સેક્ટર ૧૧ જીપીએસસી ભવનમાં આવેલી કેન્ટીન, સેક્ટર ૨૦માં આવેલ રવિ ટ્રેડર્સ, સેક્ટર ૨૪ની ભવાની સુપરમાર્કેટ, જીઆઈડીસીમાં આવેલ તાજ ફૂડ પ્રોડક્ટ, સેક્ટર ૧૧માં આવેલ ઓનેસ્ટ ને ખાદ્યચીજોનો વેચાણ કરતા દંડ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં પહેલી વખત વેપારીઓ પાસેથી આટલો મોટો દંડ વસૂલ કરવામાં આવશે. ફુડ વિભાગ દ્વારા ગાંધીનગરમાં જાન્યુઆરી મહિનામાં અને તે પહેલા મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હવે વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવશે.

જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તો ભોળા નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા હવે વેપારીઓએ અનેક વખત વિચારવું પડશે. હજુ પણ કેટલાક નામી વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવે તેવી માગ નાગરિકોમાં કરી રહ્યા છે.

Previous articleમોટી ખજુરીયા પ્રાથમિક શાળાના બાળકો રાજયપાલની મુલાકાતે
Next articleગુજરાતી ભાષા તેના મૂળ સ્વરૂપે કાયમ માટે જળવાઈ રહે એ જરૂરી છે