વિધાનસભામાં રાજ્યપાલ ઓ.પી. કોહલીના પ્રવચનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં તેમણે શાયરાના અંદાજમાં કોંગ્રેસને કહ્યું હતું કે, આપકે દિલ મેં કુછ લગતા હૈ ધુઆ ધુઆ સા લગતા હૈ…આપકી આંખો મેં કુછ ચુભતા હૈ… શાયદ કૂર્સી કા આપકા સપના સુલગતા હૈ.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ નાત-જાત, ભાષા-કોમની રાજનીતિમાંથી બહાર આવી વિકાસની પરિભાષા અંકિત કરી છે. યુપીએ સરકાર ના સમયમાં ગુજરાતને માત્ર ૬૩૩૪૬ કરોડ મળતા હતા. આજે ૧ લાખ ૫૮ હજાર કરોડથી પણ વધુની રકમ જનહિત કાર્યો માટે નરેન્દ્રભાઈએ આપી. વર્ષોથી અટવાયેલા ક્રૂડ ઓઇલ રોયલ્ટીના પ્રશ્નનો અંત લાવીને ૧૦૦૩૬ કરોડ જેટલી માતબર રકમનો ગુજરાતને ફાયદો કરાવ્યો છે.
રૂપાણી જણાવ્યું હતું કે, ગુજરાતને એઇમ્સની ભેટ અને મુંબઈ અમદાવાદ જોડતી બુલેટ ટ્રેનનો ૧ લાખ કરોડ પ્રોજેક્ટ ભાજપની નરેન્દ્રભાઈ સરકારે આપ્યો. ૨૦૧૪માં નેશનલ હાઇવેની લંબાઈ ૪૦૪૫ કિમી હતી. તેમાં પાંચ જ વર્ષમાં ૯૦ ટકાનો વધારો કરી ૭૬૭૨ કિમી કરી. ૬૦ કિમી નવી રેલવે લાઈન, ૩૮૬ કિમી રેલવેની ડબલ લાઈન અને ૮૧૦ કિમીના રેલવે લાઈનનું ગેજ પરિવર્તન જેવી ભેટ ગુજરાતને વડાપ્રધાને આપી છે. સાગર માલા પ્રોજેક્ટમાં ગુજરાતને ૭૫૮૫૦ કરોડની યોજના અને અમદાવાદને મેટ્રો રેલ માટે ૪૦૭૭૩ કરોડ સહાય તેમજ ગુજરાતના ગૌરવ સમા સિંહોના સંવર્ધન માટે ૯૭ કરોડની રકમમાં ૬૦ ટકા ૫૮ કરોડ નરેન્દ્રભાઈએ ફાળવ્યા છે. ૩.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બે દાયકા પહેલા ગુજરાતની માથાદીઠ આવક ૧૩૩૬૫ હતી આજે ૧ લાખ ૭૪ હજાર ૬૫૨ એટલે કે ૧૩ ગણો વધારો થયો છે. અર્થતંત્રમાં પ્રાયમરી સેક્ટરનું યોગદાન ૧૯૯૫/૯૬માં ૧૬૫૧૩ કરોડ હતું. તે બે દાયકાના અમારા શાસનમાં ૨ લાખ ૩૭ હજાર ૭૭૧ કરોડ એટલે કે ૧૪ ગણો વધારો થયો છે. સેકન્ડરી સેક્ટરની ભાગીદારી ૨૮૩૮૮ કરોડ થી વધીને ૧૮ ગણી વધુ ૫ લાખ ૧૨ હજાર ૪૪૯ થઈ છે. ટર્શરી સેક્ટરનો હિસ્સો ૨૬૯૯૫ કરોડથી ૧૫ ગણો વધીને ૪ લાખ ૧૬ હજાર ૯૩૨ થયો છે. અમારી રાજનીતિ વિકાસની છે એટલે જ ગુજરાત આજે નંબર વન છે. તેમણે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે અધ્યોધ્યામાં રામ અમારી કટિબદ્ધતા છે. રામ મંદિર તો અમે જ બનાવીશું.