પાકિસ્તાન ઝૂક્યુઃ હાફિઝના સંગઠન પર પ્રતિબંધ

581

પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતની ચેતવણી પર પાકિસ્તાનમાં હલચલ વધી છે. પાકિસ્તાનને ભારત તરફથી વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકનો ડર સતાવી રહ્યો છે. આ કારણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વધતા તણાવ વચ્ચે ગુરૂવારે એક રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ(એનએસસી)ની મહત્વની બેઠક બોલાવી છે. આ દરમિયાન પાકિસ્તાને ૨૦૦૮માં મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને તેની ચેરિટી વિંગ ફલાહ-એ-ઇંસાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ લાદ્યો છે.

ઉપરાંત હુમલા બાદ ભારત તરફથી થઈ રહેલી એક પછી એક આક્રામક કાર્યવાહીને જોતા પાકિસ્તાનના વડાપ્રધાને તેમની સેનાને જવાબી હુમલા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. ઈમરાન ખાનની અધ્યક્ષતામાં થયેલી એનએસસીની બેઠક પછી આપેલા નિવેદન મુજબ દેશના ટોચ નાગરિક અને સૈન્ય નેતૃત્વે કહ્યું કે પાકિસ્તાન સરકાર આ સ્પષ્ટ કરવા માંગે છે કે તેઓ પોતાના લોકોની રક્ષા કરવા માટે સક્ષમ છે. તમને બતાવી દઈએ કે ૧૪મી ફેબ્રુઆરીએ પુલવામાં હુમલા બાદ ભારતની કડક કાર્યવાહીને પગલે પાકિસ્તાનમાં એનએસસીની બેઠક બોલાવવામાં આવી હતી. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠને જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી લીધી છે જેમાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા છે.

જોકે આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા દળોને ખુલી છૂટ આપી છે. તેથી પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહી માટે તેની સેનાને નિર્દેશ આપ્યા છે. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે ભારતના પુલવામામાં થયેલ હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી. જ્યારે બીજી તરફ ભારતે પણ કહ્યું છે કે આતંવાદી સંગઠન સાથે પાકિસ્તાનના સંબંધો જગ જાહેર છે.

એનએસસીની બેઠક પહેલા પાક પીએમ ઈમરાન ખાન અને ચીફ જનરલ જાવેદ બાજવા વચ્ચે વન-ટુ-વન મુલાકાત થઈ હતી. મિટિંગમાં આર્મી ચીફ જનરલ બાજવા, સર્વિસેજ ચીફ્‌સ, ગુપ્તચર એજન્સીઓના પ્રમુખો, સુરક્ષા અધિકારીઓ ઉપરાંત નાણાં, સંરક્ષણ, વિદેશ અને ગૃહ બાબતોના રાજ્ય મંત્રીઓ પણ સામેલ હતા.

Previous articleહવે ‘પાણી’ વગરનું થશે પાકિસ્તાન : ગડકરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે