દિલ્હીમાં ધુમ્મસની અસર અમદાવાદમાં ફ્લાઇટોના શીડ્યુલ ખોરવાયા, ૩-૩ કલાક મોડી પડી

702
gandhi23122017-2.jpg

ઠંડી વધવાથી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટના શિડ્યુલ ખોરવાવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ આવતી જતી ૧૩ જેટલી ફ્લાઈટ ૪૦ મિનિટથી ૩ કલાક જેટલી મોડી પડી હતી. 
દોહાથી ઉપડી અમદાવાદ આવતી કતાર એરવેઝની ફ્લાઈટ ક્યુઆર ૫૩૪ મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચે છે. પરંતુ ટેક્નિકલ કારણોસર દોહાથી જ મોડી ઉપડેલી આ ફ્લાઈટ લગભગ ૮.૪૬ કલાક લેટ આવી હતી. આ જ એરક્રાફ્ટ પરત દોહા જતો હોઈ સવારે ૩.૪૦ વાગે અમદાવાદથી ઉપડતી ફ્લાઈટ બપોરે લગભગ ૧૨ વાગે દોહા રવાના થઈ હતી. આ કારણે ૧૫૦થી વધુ પેસેન્જરોને હાલાકી ભોગવવી પડી હતી.

Previous articleહિંમતનગર મદીના મસ્જીદ રોડની બિસ્માર હાલત
Next articleગુજરાતના કાયમી ડીજીપીનો તાજ શિવાનંદ ઝાના શિરે મૂકવાની તૈયારી