બોટાદ શહેર-જિલ્લામાં સઘન વાહન ચેકીંગ

757

પુલવામાં થયેલ આતંકવાદી હુમલાના અનુસંધાને બોટાદ જીલ્લામાં કોઇ અનીચ્છનીય બનાવ ન બનવા પામે તે હેતુથી સુરક્ષાના ભાગ રૂપે ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થ તથા નશીલા પદાર્થોની હેરફેર ન થાય તે માટે વાહન ચેકીંગ ડ્રાઇવ તથા ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી માટે દારૂ પીને વાહન ચલાવનાર ઇસમો સામે કાર્યવાહી કરવા માટે બ્રેથ એનેલાઇઝર ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જેમાં બોટાદ ટાઉનમાં પ્રો.ના.પો.અધિ.સી.પી.મુંધવા તથા જીલ્લા ટ્રાફિક પો.સ.ઇ.જે. આર.રાણા, પો.સ.ઇ. એમ.જે. સાગઠીયા, પ્રો.પો.સ.ઇ. સી.એ.પરસાણીયા, જે.ડી.નીમાવત તથા બોટાદ પોલીસ સ્ટાફ દ્વારા બોટાદ ટાઉનમાં સઘન વાહન ચેકીંગ કરવામાં આવેલ જેમાં આશરે ૨૦૦ જેટલા વાહનો ચેક કરવામાં આવેલ જે પૈકી ૮૫ જેટલા વાહનોમાં સ્થળ ઉપર બ્લેક ફિલ્મો દુર કરવામાં આવેલ અને ૮૭૦૦/- રૂપિયાનો સ્થળ ઉપર દંડ કરવામાં આવેલ.

આ ઉપરાંત બોટાદ જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશનસ્ટેશનો જેમાં ગઢડા તથા ઢસા પો.સ્ટે. વિસ્તાર માં પો.ઇન્સ જે.એમ.સોલંકી એ તથા રાણપુર પો.સ્ટે. વિસ્તારમાં પો.સ.ઇ. એ.પી.સલૈયા એ તથા બરવાળા પો.સ્ટે. વિસ્તારમાં પો.સ.ઇ. આર.કે.પ્રજાપતી તથા પાળીયાદ પો.સ્ટે. વિસ્તારમાં પો.સ.ઇ.શ્રી એન.સી.સગર એ સઘન ચેકીંગ કરી કુલ ૧૨૩ વાહનો ચેક કરી ૧૩ વાહનોની કાળી ફિલ્મો દુર કરી ૧૦૦૦/- સ્થળદંડ વસુલ કરેલ તેમજ કુલ ૧૮૫ જેટલા ઇસમોનો સ્થળ ઉપર બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ કરવામાં આવેલ હતો આમ બોટાદ જીલ્લામાં કુલ ૩૨૩ વાહનો ચેક કરવામાં આવેલ,જેમા કુલ ૯૮ જેટલા વાહનોમાં સ્થળ ઉપર બ્લેક ફિલ્મો દુર કરવામાં આવેલ અને કુલ ૯૭૦૦/- રૂપિયાનો દંડ તથા કુલ ૨૩૧ જેટલા ઇસમોનો સ્થળ ઉપર બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ કરવામાં આવેલ હતો

સંઘન ચેકીંગ હાથ ધરાયું

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના મુજબ ક્યુ.આર.ટી. પો.સ.ઇ.એસ.બી. કારેટીયા તથા પો.સ.ઇ. ડી.એસ. મૈયડ તથા ક્યુ.આર.ટી. ની ટીમ તથા બી.ડી.ડી.એસ. ટીમ દ્વારા પુલવામાં થયેલ આતંકવાદી હુમલાના અનુસંધાને કોઇ આતંકવાદી હુમલો ન થાય તથા પ્રજાની સુરક્ષાને ધ્યાને લઇ બોટાદ જીલ્લામાં આવેલ મંદીરો માં સઘન ચેકીંગ કરવામાં આવેલ જેમાં ગઢડા જુનુ સ્વામીનારાયણ મંદીર,ગઢડા બી.એસ.પી.એસ મંદીર,રોહીશાળા ખોડીયાર મંદીર,સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદીર, બી.એ.પી.એસ. મંદીર ગઢડા, પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા, કુંડળ સ્વામીનારાયણ મંદીર,ભીમનાથ મહાદેવ મંદીર જેવા પ્રખ્યાત મંદીરોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ

Previous articleઢસા ગામે આવેલા એકમાત્ર એ.ટી.એમ નોટબંધી પંછી શોભાના ગાંઠીયા સમાન
Next articleધંધુકા એસ.ટી. કર્મીઓ દ્વારા હડતાલ : સુત્રોચ્ચારો કરાયા