ધંધુકા એસ.ટી.ડેપોના ર૦૦ કર્મચારીઓ માસ સી.એલ.પર ઉતર્યા હતાં.
ત્રણેય યુનિયનની બનેલી સંકલન સમિતિના આદેશ અનુસાર ગુજરાત એસ.ટી. કોર્પોરેશનના તમામ કર્મચારીઓ માસ સીએલમાં જોડાતા એ.ટી.ના પૈડા થભી ગયા હતાં. સાતમાં પગારપંચનો અમલ કરવો, આશ્રિતોને નોકરી આપવી, ડ્રાઈવર-કંડકટરને વર્ગ ત્રણમાં સમાવવા, કર્મચારીઓના ડિફોલ્ટ કેસો પરત ખેચવા સહિત માંગણીઓનો રાજય સરકારે આજ દિન સુધી સ્વીકાર ન કરતાં અંતે કર્મચારીઓ આજે માસ સી.એલ.માં જોડાઈ સજ્જડ બંધ પાળી સરકાર વિરૂદ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં.