વિજ્ઞાનનગરી છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં વિજ્ઞાનઅંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનાં ભાગરૂપે તા.૨૦ અને ૨૧ રોજ શાળાનાં બાળકો શિક્ષકો અને આમ જનતા માટે વિક્રમ સારાભાઈ સ્પેશ પ્રદર્શન ઈસરો યોજાયુ જેમાં ભારતીય અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા દ્વારા સેટેલાઈટ રોકેટસ અને ટેકનોલોેજીને સરળતાથી સમજી શકાય તેવા વિવિધ મોડેલ્સ, દ્રશ્ય શ્રાવ્ય રીતે સમજાવવામાં આવ્યા હતા. બાળકોમાં અવકાશને લઈ ઉદભવતા પ્રશ્નો અને ભારતીય સ્પેશ કાર્યક્રમ અંગે ઈસરોનાં વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી સેટેલાઈટ ટેકનોલોજી અંગે કારકિર્દી માર્ગદર્શન ભાવનગર સહિત જિલ્લાની ૫૨ શાળાઓનાં ૫૬૦૦ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન ને નિહાળ્યુ હતું. આ પ્રદર્શનમાં ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રેની શરૂઆતથી લઈ આજ સુધીનાં કાર્યક્રમોનું નિરૂપણ મોડલ્સ અને ચલચિત્રો દ્વારા બતાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સિલ્વર બેલ્સ પબ્લીક સ્કુલ ભાવનગર તથા દક્ષિણામૂર્તિ વિનય મંદિર ભાવનગર સહયોગી સંસ્થા તરીકે જોડાઈ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના હસ્તે કરવામાં આવેલ અતિથિ વિશેષ તરીકે એમ.કે.બી. યુનિવર્સિટી ભૌતિક વિજ્ઞાનના વડા એસ.પી. ભટ્ટનાગર અને લોકભારતી વિદ્યાપીઠ સણોસરા નિયામક ડો. અરૂણકુમાર દવે ઉપસ્થિત રહી પ્રસંગોપાત ઉદબોધન કર્યુ હતું.
આ કાર્યક્રમની સમાપન વિધીમાં શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટ અને સિલ્વર બેલ્સ સ્કુલના ટ્રસ્ટી અમરજ્યોતિબા ગોહેલ, દક્ષિણામૂર્તિ વિનય મંદિર ઉમેશભાઈ જોષી અને ઈસરોના સાયન્ટીસ્ટ ટીમ તેમજ વિજ્ઞાનનગરીના ટ્રસ્ટી અશ્વિનભાઈ શાહએ હાજરી આપી બાળકોને સર્ટીફીકેટ્સ આપી પ્રોત્સાહિત કર્યા હતા.