રંઘોળા અકસ્માતના મૃતકોના પરિવારને ગુજ. સરકારે હજુ સુધી સહાય ચુકવી નથી

824

અનિડા ગામના જાનના વાહનને રંઘોળા ખાતે તા.૬ માર્ચ  ર૦૧૮ના રોજ જે અકસ્માત નડેલ જેમાં ૪ર જેટલા લોકોના મૃત્યુ થયા હતાં. ત્યારે સરકારે ગુજરાતની જનતાને પોતાની દરિયાદીલીબ તાવવા માટે અકસ્માતગ્રસ્ત પરિવારો માટે મોટા મોટા ઠાલા વચનો આપેલ હતાં.

જે સમય દરમ્યાન અનિડા ગામના વતનીને સરકાર પ્લોટ અને મકાન ફાળવશે. એવી પણ મોટી જાહેરાતો કરેલ જે ઘટનાને આજે એક વર્ષ જેવું થવા આવેલ છે. છતાં આજ સુધી  ઉપરોકત પરિવારોને કોઈપણ સહાય ચુકવવામાં આવી નથી અને સરકાર દ્વારા ખોટા વચનો આપેલ હોય એવું જણાય આવેલ છે. ત્યારે આજે અનિડા ગામ આખું ખાલી થવા આવ્યું છે અને સરકાર દ્વારા અપાયેલ વચનો પાળેલ નથી ત્યારે ગામ લોકોમાં એક અવાજ ઉઠવા પામ્યો છે કે શું આ સરકાર ખાલી જે તે સમયે તકનો લાભ ઉઠાવવા. અને મીડીયામાં વાહવાહી માટે જ આવી લોભામણી જાહેરાતો કરેલ હતી ? જેનો આંજે ગામલોકો જવાબ માંગે છે.

હાલ અનિડા ગામમાં ૧ થી ૧પ ઘરો બાકી રહ્યા છે અને સરકાર દ્વારા તે સમયે જે વાયદાઓ કરેલ એ બાબતે આજે ગામલોકો પોતાનો હક્ક અને અધિકાર મેળવવા સરકારી કચેરીના ધક્કાઓ ખાઈ રહ્યા છે. વારંવાર પાલિતાણા પ્રાંત કચેરી તેમજ અધિકારીઓના મેણા ટોણા સાંભળી ને હવે ગ્રામજનો કંટાળી ગયા છે. ત્યારે ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ૧પ દિવસમાં કોઈ પગલા નહીં ભરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કલેકટરને આવેદનપત્ર આપી ચિમકી આપી હતી.

Previous articleવિજ્ઞાનનગરીમાં ઈસરો દ્વારા તૈયાર કરાયેલ સ્પેશ પ્રદર્શન સંપન્ન
Next articleએસ.ટી  કર્મી.ઓની હડતાલના પગલે ઢસા ડેપો સુમસામ