ગુજરાત વિધાનસભામાં ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીએ સરદાર પટેલની પ્રતિમા વિશે ટીપ્પણી કરતા તેમને ૧ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જયારે આજે ભાવનગર શહેર ભાજપ દ્વારા ધાનાણી તથા કોંગ્રેસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના શહેર પ્રમુખ સહિત હોદ્દેદારો નગરસેવકો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. તસવીર : મનીષ ડાભી