એસ.ટી. બસ હડતાલને કારણે હાલ ઘણા વિદ્યાર્થીઓ અને મુસાફરો પરેશાન હોય, થોડા સમયમાં જ પરિક્ષાઓ આવી રહી હોય ત્યારે વિદ્યાર્થીઓ પોતાનો કોર્ષ પુરો કરવા માટે ટ્યુશન કલાસમાં આવતા હોય, ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય ત્યારે આજે આ હડતાલને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સવારના સમય પર તેમને જે બસો મળતી હોય તે નહી મળવાથી હેરાન પરેશાન થઈ ગયા હોય, આ ઠંડીના સમયમાં તેમને કલાકો સુધી ઉભા રહેવાની ફરજ પડી છે.
કર્મચારીઓની જે પણ માંગો કરવામાં આવી છે તે વહેલી તકે પુરી કરવામાં આવે જેથી કરીને વાહન વ્યવહાર ફરી શરૂ થતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને રાહત થાય, સરકાર દ્વારા જે મોટા મોટા વાયદાઓ કરી જાહેરાતો કરી છે, ગરીબ કલ્યાણ મેળામાંથી લઈ સરકારી કાર્યક્રમો જે દોડાવવામાં આવે છે તે બંધ કરી કર્મચારીઓને રાહત આપવી જોઈએ. તેવી એન.એસ.યુ.આઈ દ્વારા લેખીત રજુઆત કરવામાં આવેલ.