આજે સવારે તથા સાંજના સમયે ડ્રાઈવરો કંન્ડકટરો તથા વિભાગીય યંત્રાલય (વર્કશોપ)માં ફરજ બજાવતા કર્મચારીઓ ડેપો ખાતે એકઠા થયા હતા અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ ઉપરાંત ડેપોમાં પાર્ક કરાયેલ બસો પર વિવિધ સરકારી જાહેરાતો તથા સરકારની સિધ્ધી દર્શાવતા બેનરો સ્ટીકરો ઉખાડી ફેક્યા હતા.