સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ મેળવી ચુકેલી રિહન્ના બિઝનેસના ક્ષેત્રમાં પણ ખુબ સફળતા હાસલ કરી ચુકી છે. રિહન્ના એટલે બિઝનેસ પણ લોકો કહે છે. કારણ કે રિહન્ના દરેક ક્ષેત્રમાં પોતાની કુશળતા સાબિત કરી ચુકી છે. ફેશન એન્ડ બ્યુટીના ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી ચુકેલી રિહન્ના આજે ગાયિકાની સાથે સાથે જુદા જુદા ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તે કોસ્મેટિક અને અપરલના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી લીધા બાદ હવે લિન્જરી લાઇન લોંચ કરવા વિચારી રહી છે. આરએન્ડ બી સ્ટાર રિહન્ના પોતાની લિન્જરી લાઇન લોંચ કરવા જઇ રહી છે. રિહન્નાએ થોડાક દિવસ પહેલા જ આને લઇને ટેક સ્ટાઇલ ફેશન ગ્રુપની સાથે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે લિન્જરી લાઇન ક્યારે લોંચ કરવામાં આવનાર છે તેની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવી શકે છે. ટેક સ્ટાઇલ ફેશન ગ્રુપ પોતે આ ક્ષેત્રમાં મોટી સફળ કંપની સાબિત થઇ ચુકી છે.
ફેબલેટિક્સ, શોડેઝલ્સ અને જસ્ટ ફેબમાં તેને મોટી સફળતા હાંસલ થઇ ચુકી છે. રિહન્ના સાથે તેની પાર્ટનરશીપ પ્રથમ સેલિબ્રિટી સાથે કરાર તરીકે નથી. આ કંપની પહેલા અભિનેત્રી કેટ હડસન અને ગાયિકા ડેમી લોવોટા સાથે પણ કામ કરી ચુકી છે.
તમામ લોકો સારી રીતે જાણે છે કે શુ ડેઝલમાં સહ સ્થાપક તરીકે કિમ કરદાશિયા પણ છે. બીજી બાજુ રિહન્નાએ હવે ૨.૮૫ મિલિયન ડોલરમાં હોલિવુડ મકાન વેચી માર્યુ છે. રિહન્નાના કરોડો ચાહકો હવે તેની લિન્જરી લાઇનને લઇને ઉત્સુક બન્યા છે. હોલિવુડની મોટી અભિનેત્રીઓની નજર પણ તેની લિન્જરી લાઇન પર કેન્દ્રિત થઇ ગઇ છે. તારીખને લઇને ચાહકો ઉત્સુક છે. રિહન્ના જુદા જુદા ક્ષેત્રે વિવાદમાં પણ રહી છે. વિવિધ પુરૂષો સાથે તેના સંબંધોની ચર્ચા પણ હમેંશા વિશ્વમાં તેના ચાહકોમાં રહી છે.