પાકિસ્તાન સાથે રમવા અંગેનો નિર્ણય બીસીસીઆઇ કરશેઃ યુઝવેન્દ્ર ચહલ

908

જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલા પછી દેશભરના લોકોમાં વિરોધને શૂર ઉઠી રહ્યો છે. ભારતના પૂર્વ ક્રિકેટર માંગ કરી રહ્યાં છે કે પાકિસ્તાનની સાથે ક્રિકેટ રમવું બંધ કરવું જોઈએ. ઘણા ખેલાડીઓ છતાં પણ વિરોધી દેશ સાથે રમવા માટે સમર્થન આપી રહ્યાં છે. આની વચ્ચે સ્પિનર યુજવેન્દ્ર ચહલે કહ્યું છે કે પાકિસ્તાન સાથે રમવા અથવા ન રમવું આપણા હાથમાં નથી, તેનો નિર્ણય બીસીસીઆઈ કરશે.

સ્પિનર યુજવેન્દ્ર ચહલે જણાવ્યું કે, આ આપણા હાથમાં નથી. જો બીસીસીઆઈ કહેશે તો આપણે રમીશું, જો ના કહેશે તો આપણે નહીં રમીએ. મને લાગે છે કે આ મુશ્કેલ સમય છે. આપણે સખત પગલાં લેવાની જરૂર છે. હું કહું છું કે ત્યાં (પાકિસ્તાન)ના બધા લોકો ખોટા છે પરંતુ જે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થાય છે.

ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલનું માનવું છે કે પુલવામા જેવા આતંકવાદી હુમલાઓનો અંત લાવવા દેશે કડક પગલાં લેવાની જરૂર છે. તેમણે જોકે આ કહેવાની મનાઇ કરી કે પાકિસ્તાનની વિરુદ્ધ વર્લ્ડ કપની મેચનો બહિષ્કાર કરવો જોઇએ કે નહીં.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)એ પણ આ મુદ્દે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનિય છે કે બોર્ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ(આઈસીસી)ને પત્ર લખીને આ વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં થનારા વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનની ટીમને બાહર કરવાની માગ કરી છે.

Previous articleભારતમાં રમવાના અનુભવથી ઘણો ફાયદો થશેઃ ઉસ્માન ખ્વાજા
Next articleબંન્ને દેશો વચ્ચે રમતના સંબંધ પ્રભાવિત ન હોવા જોઇએ : રેસલર સુશીલ કુમાર