જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા છે. જેના પછી સમગ્ર ભારતમાં લોકો દ્વારા પાકિસ્તાન સામે રોષ પ્રકટ કરવામાં આવી રહ્યો છે. કારણ કે આ હુમલાનાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. આ હુમલા બાદ દેશભરના ખિલાડીઓએ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના સંબંધ ન રાખવાની વાત કહી છે ત્યારે દિગ્ગજ રેસલર સુશીલ કુમારે આ વિશે નિવેદન આપી એક અલગ જ રાહ પકડી છે.
બે વાર ઓલિંપિક પદક વિજેતા રેસલર સુશીલ કુમારે કહ્યું કે,‘હું પુલવામા હુમલાની કડક ટીકા કરું છું, પરંતુ બન્ને દેશો વચ્ચે રમતના સંબંધ પ્રભાવિત ન હોવા જોઈએ. કારણ કે રમત બધાને જોડવાનું કામ કરે છે.’ તેમને બતાવી દઈએ કે સુશીલ કુમાર પ્રિયદર્શની ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત ઈન્ટર-કોલેજ સ્પોટ્ર્સ મીટ ઉડાન ૧૯.૦નું ઉદઘાટન કરવા આવ્યા હતા.
સુશીલ કુમારે આ દરમિયાન પુલવામા હુમલાની નિંદા કરતા કહ્યું કે,‘હું શહીદો અને તેમના પરિવારને સલ્યૂટ કરું છું. હું તેમને કહેવા માંગું છું કે સંપૂર્ણ દેશ એક છે અને તેમની પડખે ઉભો છે.
ઉપરાંત સુશીલ કુમારે કહ્યું કે,‘જોકે હું એવું માનું છે કે આ દુખદ ઘટના પછી પણ બન્ને દેશો વચ્ચે રમતના સંબંધો પ્રભાવિત ન હોવા જોઈએ. રમતના માધ્યમથી બે દેશો વચ્ચે સંબંધ મજબૂત બને છે. રમત બધાને એકબીજા સાથે જોડે છે. તેથી આને પ્રોત્સાહન આપવું જોઈએ.