ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં આજે સવારના સમયે એક્સ-પાયર્ડ ડેટની બોટલ ચઢાવી દેતા દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો અને આખરે દર્દી સ્ટેબલ થતા દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં સવારે એક અકસ્માતમાં ઘાયલ થયેલા મહિલા દર્દીને લાવવામાં આવી હતી. જેને ડોક્ટરે તપાસીને જરૃરી દવા અને સારવાર આપી હતી. તે દરમિયાન ૪૦ નંબરના રૃમમાં તેણીને બોટલ ચઢાવવા માટે લઇ જવામાં આવી હતી. જેથી ફરજ પરના નસ’ગ સ્ટાફ દ્વારા દર્દીને બોટલ ચઢાવવામાં આપી હતી. જેની દર્દીના સગાએ તપાસ કરતા તેની નવેમ્બર માસમાં એક્સપાયર્ડ ડેટ થઇ ગઇ હોવાનું સામે આવ્યું હતું જેને લઇને દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો અને ફરિયાદ પણ ઉચ્ચકક્ષાએ કરી હતી. એટલુ જ નહીં, દર્દીને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં તેના સગાએ ખસેડી દીધી હતી.