હાઈકોર્ટે માનસિક બીમાર ગણી માતા-પિતા અને પુત્રીના હત્યારાની મૃત્યુદંડની સજા રદ કરી

1105

ગુજરાત હાઈકોર્ટે ખેરાલુ તાલુકાના મલારપુરામાં માતા, પિતા અને પુત્રીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરનાર દોષિતની મૃત્યુદંડની સજા રદ કરી છે. તેની સાથે સાથે જ તે સમજદાર છે કે નહીં તે અંગે યોગ્ય તપાસ કર્યા બાદ ફેરસુનાવણી કરવા આદેશ આપ્યો છે.

આ પહેલા વિસનગર સેશન્સ કોર્ટે આરોપીની ઈન્ટેન્સિટીને ધ્યાનમાં નહીં લીધી હોવાનું જોતા હાઈકોર્ટે ફેરસુનાવણી કરવા આદેશ આપ્યો છે. ટ્રાયલ દરમિયાન આરોપી નાગજીજી ઠાકોરની  માનસિક બીમારીની સારવાર કરાઈ હતી. કાયદા પ્રમાણે કોઇ વ્યક્તિ માનસિક બીમારીથી પીડાતી હોય તો તેની સામે કાર્યવાહી કરી શકાય નહીં, કારણ કે આ સ્થિતમાં તે પોતાના બચાવ પક્ષમાં કંઇ કહી શકે નહીં.

ટ્રાયલ કોર્ટે ઝ્રઇઁઝ્રની કલમ ૩૨૯ની જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યું નહોતું કે જેના દ્વારા તે નક્કી કરાય કે આરોપી માનસિક બીમારીથી પીડાઇ છે કે કેમ અને તે પોતાના બચાવ પક્ષમાં કંઈક કહી શકે છે કે કેમ.

ત્યારબાદ આ સુનાવણીને આગળ વધારાઈ અને શખ્સને મોતની સજા સંભળાવાઈ. જેથી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને  આરોપી માનસિક બીમારીથી પીડિત છે તે અંગે તપાસ કર્યા બાદ ફેરસુનાવણી હાથ ધરવા આદેશ આપ્યો છે.

રાજ્ય સરકારે બચાવપક્ષમાં હાઈકોર્ટને જણાવ્યું કે જે સમયે શખ્સ પર આરોપ લાગ્યા તે સમયે નાગજીજીમાં માનસિક બીમારીના કોઇ લક્ષણ જોવા મળ્યા નહોતા. ત્યાર બાદ હાઈકોર્ટે જણાવ્યું કે જો બચાવ પક્ષના વકીલે આ વિશે ટ્રાયલ કોર્ટને ન જણાવ્યું હોય તો કોર્ટને રેકોડ્‌ર્સને ધ્યાનથી વાંચવા જોઈએ અને તે બાદ ઝ્રઇઁઝ્રની કલમ ૩૨૯ મુજબ પ્રમાણે આરોપો નક્કી કરવા જોઈએ.

આ અંગે વિસનગર સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ પી.કે.દવેએ જણાવ્યું સદર કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ તરીકે ગણવા માટે સુપ્રિમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ તેમજ બીજા સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી ફાંસીની સજાની માંગણી કરવામાં આવી હતી.જેને કોર્ટે માન્ય રાખી હતી.

એપ્રિલ ૨૦૧૫માં ૩૦ વર્ષના નાગજીજી ઠાકોરે માતા મંછીબેન બાબુજી ઠાકોર (૫૦), પિતા બાબુજી નાથુજી ઠાકોર (૫૫), દીકરી ધરતી નાગજીજી ઠાકોર(૩)ને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. તેમજ પત્ની દક્ષાબેન નાગજીજી ઠાકોર સહિત બે પોલીસ કોન્સ્ટેબલ તેમજ એક કુટુંબી યુવાનને કુહાડી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

Previous articleપાકિસ્તાન શૂટર્સને વીઝા ન આપવા પર IOCએ ભારત પર લગાવ્યો પ્રતિબંધ
Next articleઅમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ સક્રિય, એક સપ્તાહમાં ૭ ઘટના