કલોલ ૩૮ વિધાનસભા મત વિસ્તારમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કલોલ મતવિસ્તારમાં ઈવીએમવિશેની લોક જાગૃતિ માટે નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કલોલ પ્રાંત અધિકારી નેહા કુમારી અને મામલતદાર વિષ્ણુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કલોલ શહેર અને તાલુકાના ગામડાઓમાં ઈવીએમ અને વીવીપેટઅંગે જાગૃતિ આવે તેવા શુભ આશયથી નિદર્શન માટે અલગ અલગ ટીમોને મોકલવામાં આવે છે.જેના ભાગરૂપે સેક્ટર ઓફિસર ર્ડા. એચ કે સોલંકી અને ર્ડા. એ ડી પરીખ દ્વારા કલોલ પંચવટીમાં આવેલ હોલી ચાઈલ્ડ સ્કૂલ અને વિસ્તારના લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્કૂલના ટ્રસ્ટી હરીશ બ્રહ્મભટ્ટ અને આચાર્ય હેતલ પટેલે શાળાના તમામ સ્ટાફને પણ નિદર્શનમાં બોલાવી જાગૃતિ માટે સહકાર આપ્યો હતો. વાલીઓએ પણ નિદર્શન કાર્યક્રમનો લાભ લીધો હતો.લોકોમાં પોતાના મતનું મહત્વ સમજાય અને ઈવીએમ / વીવીપેટ મશીનના ઉપયોગની જાણકારી મળે તે માટે આવા જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.