એસીબીની રેઇડમાં દર ત્રીજા દિવસે ક્લાસ ૧-૨ કર્મચારી ઝડપાયા

586

ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને સાશનની ગુલબાંગોની વચ્ચે રાજ્યની લાંચ રૂશ્વત વિરોધી શાખા (છઝ્રમ્)એ છેલ્લા એક વર્ષમાં રાજ્યમાંથી પાછલા વર્ષમાં દર ત્રીજા દિવસે વર્ગ ૧-૨ના કર્મચારીને ભ્રષ્ટાચારના આક્ષેપમાં ઝડપ્યા છે. એસીબીના ડેટા મુજબ, ગત વર્ષે વર્ગ ૧-૨ના ૧૨૩ કર્મચારીઓને ગત વર્ષે એસીબીએ ઝડપી પાડ્યા છે.

એસીબીના ડેટા મુજબ વર્ષ ૨૦૧૮માં સૌથી વધારે આરોપીએ કૃષિ વિભાગના છે, જેમાના પર ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. આવા આરોપીની સંખ્યા રાજ્ય ના કૃષિ અને સહકાર વિભાગમાં ગત વર્ષે ૨૬૦ હતી. જ્યારે ગૃહ વિભાગના ૧૩૭ કર્મચારી પર ગત વર્ષે ભ્રષ્ટાચાર લેવાની ફરિયાદ નોંધાઈ છે, પંચાયત અને આવાસ નિર્માણ વિભાગના ૫૮ અધિકારીઓ ગત વર્ષે આરોપી હતા, જ્યારે કેન્દ્ર સરકારના ૪૦ આરોપી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ છે.

એસીબીના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૭માં ક્લાસ ૧-૨ના ૩૭ કર્મચારીઓ ઝડપાયા હતા, જ્યારે ૨૦૧૬માં ૬૩ કર્મચારી ઝડપાયા હતા, વર્ષ ૨૦૧૫માં ૫૮ કર્મચારી ઝડપાયા હતા, જ્યારે એસીબીની રેઇડમાં વર્ષ ૨૦૧૪માં૬૭ અને વર્ષ ૨૦૧૩માં ૫૫ કર્મચારી ઝડપાયા હતા.

એસીબીની રેઇડમાં વર્ષ ૨૦૧૮માં રાજ્યમાં સૌથી વધુ કર્મચારીઓ ઝડપાયા હતા. રાજ્યમાં એસીબીએ ગત વર્ષ ૩૩૨ કેસ નોંધ્યા હતા જેમાં ૭૨૯ કર્મચારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ ઘડાયો હતો. વર્ષ ૨૦૧૭માં ૧૪૮ કેસ નોંધાયા હતા જ્યારે આરોપીની સંખ્યા ૨૧૬ હતી. વર્ષ ૨૦૧૬માં ૨૫૮ કેસ નોંધાયા હતા જેમાં આરોપીની સંખ્યા ૪૩૧ હતી, જ્યારે વર્ષ ૨૦૧૫માં ૩૦૫ કેસ નોંધાયા હતા જેમાં, આરોપીની સંખ્યા ૪૪૫ હતી, જ્યારે વર્ષ ૨૦૧૪માં૨૦૭ કેસ નોંધાયા હતા જેમાં આરોપીની સંખ્યા ૩૯૫ આરોપીઓ હતા.

Previous articleકલોલમાં વિધાનસભા મત વિસ્તારમાં ઈવીએમ  નિદર્શન કાર્યક્રમ યોજાયો
Next articleરૂપાણીજી તમારી સરકાર ખોટ કરે છે છતાં તમે પગારપંચનો લાભ કેમ લીધો?ઃ શક્તિસિંહ