નીતિનભાઈ ઉવાચઃ સાહેબ, હું હસુ તો ય વાંધો ને કડક થાઉં તો ય વાંધો, હવે હું ક્યાં જાઉં ?

756

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રમાં લેખાનુંદાન રજૂ થયું હવે છેલ્લા બે દિવસથી પ્રશ્નોતરી કાળ ચાલે છે. જેમાં ધારાસભ્યો રમુજ, ગુસ્સો અને અધ્યક્ષની ટકોર કરતાં જણાતાં હોય છે જે અહીં વર્ણવી છે.

નીતિનભાઈ ઉવાચઃ નાયબ મુખ્યમંત્રીએ બજેટની પૂરક માંગણીઓ ગૃહમાં રજૂ કરી હતી એ વખતે કોંગ્રેસના પૂંજા વંશે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે ધારાસભ્યોને જે પત્રક અપાયા છે તેમાં લખેલી રકમ અને નીતિન પટેલે રજૂ કરેલી રકમમાં તફાવત છે જેનો ખુલાસો સરકારે કરવો જોઇએ.

જેની સામે નીતિન પટેલે કહ્યું કે હું બોલ્યો તે રકમ સાચી સમજવાની જેના પગલે પૂંજા વંશે કહ્યું કે બહુ મોટી રકમનો તફાવત છે તમારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઇએ.

આ સમય દરમિયાન નીતિન પટેલ પોતાના સ્વાભાવિક અંદાજમાં મરકતા હોવાથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કટાક્ષ કરતા કહ્યું કે નીતિનભાઇ તમે હસતું મોં રાખો છો એટલે એમને એવું લાગે છે કે આપ ગંભીર નથી. જેથી નીતિન પટેલે કહ્યું સાહેબ હું હસું તો ય તેમને વાંધો, કડક થઉં તો ય વાંધો મને ખબર પડતી નથી કે હું ક્યાં જઉં!

Previous articleરૂપાણીજી તમારી સરકાર ખોટ કરે છે છતાં તમે પગારપંચનો લાભ કેમ લીધો?ઃ શક્તિસિંહ
Next articleવડાપ્રધાન ૪ માર્ચથી બે દિસના ગુજરાત પ્રવાસેઃ મેટ્રો ટ્રેનના ફેઝ-૧નું લોકાર્પણ કરશે