સાતમા પગાર પંચ સહિતની પડતર માંગણીઓને લઇને એસ. ટી. નિગમના વડોદરા ડીવીઝનના ૧૮૦૦ જેટલા કર્મચારીઓએ આજે બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી છે. એસ.ટી.ના કર્મચારીઓએ આજે વડોદરા બસ ડેપો ખાતે અર્ધ નગ્ન હાલતમાં દેખાવો યોજ્યા હતા. રાજકોટમાં એસટીની કર્મચારીઓ એ મંડન કરી નીતિન પટેલ અને આર.સી. ફળદુનું બેસણું રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરકારના આત્માને શાંતિ મળે તે માટે કર્મચારીઓએ મુંડન કરાવ્યું હતું.