સરકારે બે વર્ષમાં વિવિધ ઉત્સવો પાછળ ૪૩ કરોડનો ખર્ચ કર્યો

650

ઉત્સવપ્રેમી તરીકે પંકાયેલી ગુજરાત સરકારે વિધાનસભામાં પાછલા બે વર્ષમાં ઉત્સવો પાછળ કરેલા ખર્ચની વિગત ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રસ્તુત કરી છે. વિધાનસભાના સત્રમાં સરકારે આંકડાઓ જાહેર કરી જણાવ્યું હતું કે સરકારે બે વર્ષમાં વિવિધ ઉત્સવો પાછળ ૪૩.૬૫ કરોડનો ખર્ચ કર્યો હતો.

સરકારે રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રિ મહોત્સવમાં કરેલ ખર્ચના આંકડા જાહેર કર્યા હતા. આ ખર્ચમાં સરકારે છેલ્લા બે વર્ષમાંરાજ્ય બહારના અને વિદેશી મહેમાનોની સરભરા માટે રણોત્સવમા ૭.૭૭ લાખનો ખર્ચ કર્યો હતો જ્યારે પતંગોત્સવમાં ૩.૨૯ કરોડ કરતા વધુનો ખર્ચ કર્યો હતો, જ્યારે નવરાત્રિ મહોત્સવમાં ૭૦ લાખ કરતાં વધુનો સરકારે ખર્ચ કર્યો હતો.

સરકારે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પૂછાયેલા સવાલોના જવાબ આપતા સમયે આ વિગતો આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારના ઉત્સવો યોજવાાં આવે છે, જેમાં રણઉત્સવ અને પતંગોત્સવમાં વિદેશી મહેમાનો પણ આવે છે. જ્યારે મોટા તહેવારોની રાજ્ય સરકાર દ્વારા ઊજવણી કરવામાં આવતી હોવાથી તેની પાછળ આ ખર્ચ થાય છે.

Previous articleવિધાનસભાનો ઘેરાવ કરવા ગયેલ શિક્ષકો પર લાઠીચાર્જ
Next articleમારૂતિ ધૂન મંડળ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ