નવી દિલ્હી : સામાન્ય ચૂંટણી પહેલાં ‘કિસાન સમ્માન નિધિ સ્કીમ’ને ગેમચેન્જર તરીકે જોઇ રહેલ મોદી સરકાર પહેલો હપ્તો રજૂ કરશે. ગોરખપુરમાં રાષ્ટ્રીય કિસાન સંમેલાનના અવસર પર પીએમ નરેન્દ્ર મોદી એક ક્લિકમાં દેશના ૧૨ કરોડ ખેડૂતોના બેેંક ખાતામાં ૨૫૦૦૦ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી દેશે. આ વર્ષના બજેટમાં જાહેર થયેલ આ સ્કીમ ખેડૂતોને સીધી આર્થિક મદદ કરનારી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ યોજના છે. આ સ્કીમ પર ૭૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. આ સ્કીમની અંતર્ગત ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા ત્રણ હપ્તામાં આપવાના છે. તેનો પહેલો હપ્તો પીએમ નરેન્દ્ર મોદી રવિવારે રજૂ કરાશે. આ રકમ નાના અને સીમાંત ખેડૂતોને અપાઇ રહી છે. આ અંગે ભાજપના સાંસદ અને કિસાન મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વીરેન્દ્ર સિંહે કહ્યું કે સ્કીમને લોન્ચ કરવા માટે ગ્રાઉન્ડ વર્ક પૂરું થઇ ચૂકયું છે. યુપી ભાજપના કિસાના મોર્ચા અધ્યક્ષ રાજા વર્માએ કહ્યું કે ખેડૂતો માટે આ પ્રકારની પહેલી સ્કીમ છે. જે દેશના વિકાસ માટે નક્કર છે. એકલા યુપીમાં ૯૦ લાખ નાના અની સીમાંત ખેડૂતોને આ સ્કીમમાં લાભ થવાનો છે. નિષ્ણાતોના મતે તેલંગાણા સરકારની તરફથી ખેડૂતો માટે ચાલી રહેલ રૈત બંધુ સ્કીમમાંથી પ્રેરણા લઇ તેને શરૂ કરાઈ છે. કેસીઆર સરકારની આ સ્કીમની અંતર્ગત તેલંગાણાના ખેડૂતોને દર વર્ષે પ્રતિ એકર બે હપ્તામાં ૫૦૦૦ રૂપિયાની રકમ અપાય છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારે આ સ્કીમ દ્વારા કોંગ્રેસની તરફથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢમાં ખેડૂતોના લોન માફ કરવાની જાહેરાતને પણ કાપવાની કોશિષમાં છે.