પાક.ને તમાચો ચીનનું ભારતને સમર્થન

599

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોએ પુલવામાં આતંકી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે. જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા ફિદાયીન હુમલાને કનિદૈ લાકિઅ સભ્ય દેશોએ ઘૃણિત અને કાયરના હરકત ગણાવી છે. ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઇ ગયા. અને અનેક જવાનને ઇજા પહોંચી કનિદૈ લાકિઅ છે. પાકિસ્તાન અકિલા સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે તેની જવાબદારી લીધી છે. ભારતના પ્રસ્તાવ પર યુએનએસસીના ૫ સ્થાયી દેશો અને ૧૦ અસ્થાઈ દેશોએ કનિદૈ લાકિઅ આ હુમલાની નિંદા કરી તેમાં ચીન પણ સામેલ છે. સુરક્ષા પરિષદના સભ્યોએ જવાનોના અકીલા પીડિત પરિવારો, ઘાયલ લોકો અને ભારત સરકાર પ્રત્યે ઊંડી કનિદૈ લાકિઅ સહાનુભૂતિ અને સાંત્વના વ્યકત કરી છે. હુમલામાં ઈજાગ્રસ્ત જવાનો જલ્દી સજા થાય એવી કામના કરવામા આવી છે. સુરક્ષા પરિષદના દેશોએ એ વાત જોર કર્યું કનિદૈ લાકિઅ છે કે આતંકવાદ કોઈ પણ રૂપમાં હોય તેને બરદાસ્ત કરી શકાય નહી.કારણકે તે વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરા સમાન છે. ઙ્ગસુરક્ષા કનિદૈ લાકિઅ પરિષદના દેશોએ આ જરૂરિયાતો પર જોર આપ્યું કે આતંકવાદના ષડયંત્રકારો, આયોજકો અને ફંડ આપતા વિરુદ્ઘ મોટી કાર્યવાહી થવી જોઇએ. જે લોકો અને સંગઠન કનિદૈ લાકિઅ એવા કારનામા માટે જવાબદાર છે. તેને કોર્ટમાં ઉભા કરવાની જરૂરિયાત છે. એ દેશોએ અપીલ કરી છે કે આંતરરાષ્ટ્રીય નિયમ-કાયદા અને સુરક્ષા પરિષદના કનિદૈ લાકિઅ સબંધિત પ્રસ્તાવો હેઠળ એક બીજાની મદદ કરીને આતંકવાદ વિરુદ્ઘ કાર્યવાહી કરવી જોઈએ. સુરક્ષા પરિષદના દેશોએ કહ્યું કે કોઈ પણ આતંકવાદી કાર્યવાહી આપરાધિક અને અનુચિત છે. તેનાથી કઈ પણ ફરક નથી પડતો કે તેની પાછળ ઈચ્છા શું હતી અથવા કોણે,કયાં કેવી રીતે અંજામ આપ્યો. આ દેશોએ કહ્યું કે દરેક દેશોને સંયુકત રાષ્ટ્ર ચાર્ટરમાં નિહિત કાયદાના જણાવ્યા મુજબ, કાર્યવાહી કરવી જોઈએ.

ચીનના જિદ્દી વલણના લીધે નિવેદનમાં વિલંબ થયો હતો

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પુલવામાં આતંકવાદી હુમલાની એક સપ્તાહ બાદ ભલે કઠોર શબ્દોમાં નિંદા કરી છે પરંતુ સંયુક્ત રાષ્ટ્રના નિવેદનને રોકવામાં ચીને ભુમિકા ભજવી હતી. ચીનના વલણના કારણે પુલવામા હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન એક સપ્તાહ બાદ આવ્યું છે. સત્તાવાર સુત્રોએ કહ્યું છે કે, ત્રાસવાદના ઉલ્લેખને લઇને એકલા ચીનના વિરોધના કારણે પુલવામા હુમલા પર ૧૫ સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિવેદનમાં એક સપ્તાહનો વિલંબ થયો છે. એમ કહેવામાં આવે છે કે, જ્યાં ચીન પુલવામા આતંકવાદી હુમલા પર સંયુક્ત રાષ્ટ્રના નિવેદનના વિષયને કમજોર કરવાના પ્રયાસમાં છે. બીજી બાજુ પાકિસ્તાને હંમેશા પ્રયાસો કર્યા છે કે, આ નિવેદન જારી કરવામાં પણ ન આવે પરંતુ અમેરિકાએ પુરી તાકાત લગાવી દીધી હતી જેના લીધે આના ઉપર પરિષદના તમામ સભ્યોની મંજુરી મળી ચુકી હતી. સંયુક્ત રાષ્ટ્રે આ હુમલાને જધન્ય અને કાયરતાપૂર્વકના હુમલા તરીકે ગણાવીને નિંદા કરી હતી. ૧૫ દેશોના સંગઠનમાં ચીન પણ સામેલ છે. સુરક્ષા પરિષદે આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આવા હુમલાના દોષિતોને ન્યાયના મંચ ઉપર લાવવામાં આવે તે જરૂરી છે. આ નિવેદન પાકિસ્તાન માટે મોટા ફટકા સમાન છે. ભારતની રાજદ્વારી જીત તરીકે પણ છે. કારણ કે, ભારતની ભાષામાં જ સંયુક્ત રાષ્ટ્રે આની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલિહા લોધીએ સુરક્ષા પરિષદના અધ્યક્ષને મળીને આના ઉપર બ્રેક મુકવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તેમના પ્રયાસો સફળ રહ્યા ન હતા. સુરક્ષા પરિષદમાં ૧૫ સ્થાયી અને અસ્થાયી સભ્યો છે. ૧૫ સભ્યોની સંસ્થાએ જૈશ દ્વારા કરાયેલા હુમલાની વ્યાપક નિંદા કરી હતી. જ્યાં સત્તાની અંદર આ મામલા પર ખુબ ચર્ચા વિચારણા થઇ હતી. પહેલા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૫મી ફેબ્રુઆરીના દિવસે નિવેદન જારી કરવામાં આવનાર હતું પરંતુ ચીને સતત અડચણો ઉભી કરી હતી. ચીનના વલણના કારણે જ નિવેદન સમયસર જારી થઇ શક્યું ન હતું. ચીને ૧૮ ફેબ્રુઆરી સુધીનો સમય ત્યારબાદ માંગ્યો હતો. બે વખત તો ચીને આમા ફેરફાર પણ કરાવ્યા હતા જેના લીધે પ્રક્રિયાને ટાળવાના પ્રયાસ કરાયા હતા.

પુલવામા હુમલા પર સંયુક્ત રાષ્ટ્રના કઠોર વલણ બાદ ચીને નવી ચાલ રમી હતી. શુક્રવારના દિવસે એમ કહીને નિવેદનને હળવું કરી દીધું હતું કે, પાકિસ્તાન સ્થિત સંગઠનનો ઉલ્લેખ જનરલ ટર્મમાં કરવામાં આવ્યો છે. આ કોઇ નિર્ણય નથી. પાકિસ્તાને ચીનના લાખો પ્રયાસો થયા બાદ પણ કોઇ નિર્ણય ન થતાં આ પ્રક્રિયા અટવાઈ પડી હતી.

ક્રિકેટ વિશ્વકપ । પાક. વિરૂદ્ધ મેચ અંગે નિર્ણય સરકાર પર છોડાયો

નવીદિલ્હી : વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ બનેલી છે. એકબાજુ દેશભરમાં પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે મેચ નહીં રમવા લોકોની માંગ ઉઠી રહી છે. મોદી સરકાર પણ કહી ચુકી છે કે, પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાની બાબત બિલકુલ યોગ્ય દેખાતી નથી. આવી સ્થિતિમાં પરોક્ષરીતે બીસીસીઆઈએ પાકિસ્તાન સાથે મેચ રમવાનો નિર્ણય મોદી સરકાર ઉપર છોડી દઇને મેચ રમાશે નહીં તેવો સંકેત આપી દીધો છે. અલબત્ત હજુ ત્રણ મહિનાનો સમય છે. સ્થિતિ હળવી બની શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ચોક્કસપણે સાફ શબ્દોમાં કહ્યું છે કે, લોકોની માંગ મુજબ પાકિસ્તાન સામે મેચ રમવામાં નહીં આવે તે બાબત સાથે તેઓ સહમત છે. ગંભીર ચર્ચા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ અંગેનો નિર્ણય સરકાર ઉપર છોડી દીધો છે. સીઓએના પ્રમુખ વિનોદ રાયે કહ્યું છે કે, પાકિસ્તાનની સાથે ક્રિકેટ રમવાને લઇને અમે સરકાર સાથે મળીને ચર્ચા કરીશું. હાલમાં ત્રણ મહિનાનો ગાળો છે જેથી ગંભીર ચર્ચા બાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે. જો કે રાયે કહ્યું હતું કે, આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશની સાથે ભવિષ્યમાં સંબંધો નહીં રાખવાને લઇને પોતાની ચિંતા બોર્ડ આઈસીસીને પત્ર લખીને જાણ કરશે. ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન સાથે રમવાને લઇને નિર્ણય માટે આજે સીઓએની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક બાદ સીઓએના પ્રમુખે કહ્યું હતું કે, આ મામલામાં નિર્ણય સરકારની સાથે વિચારણા કર્યા બાદ લેવામાં આવશે. હજુ ત્રણ મહિનાનો ગાળો રહેલો છે. રાયે કહ્યું હતું કે, હજુ નિર્ણય લેવામાં આવે તે બાબત યોગ્ય દેખાતી નથી. આઈસીસીને પાકિસ્તાન સાથે જોડાયેલી ચિંતાને લઇને વાકેફ કરવામાં આવશે. આતંકને સમર્થન આપનાર દેશોની સાથે ભવિષ્યમાં સંબંધ જાળવી રાખવામાં આવશે નહીં. બીસીસીઆઈના સીઓએની બેઠકમાં પુલવામા હુમલાના શહીદોના પરિવારને સહાયતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિનોદરાયે કહ્યું હતું કે, અમે નિર્ણય કરી ચુક્યા છે કે, આઈપીએલની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે નહીં. આનાથી જે પૈસા મળશે તેને પૈસા શહીદોના પરિવારને બીસીસીઆઈ તરફથી આપવામાં આવશે. પુલવામા હુમલા બાદ દેશભરમાં વર્લ્ડકપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની માંગ થઇ રહી છે. અનેક પૂર્વ ખેલાડીઓ પણ આ અંગેની વાત કરી ચુક્યા છે જેમાં હરભજનસિંહ, સૌરવ ગાંગુલી, અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ સીધીરીતે નિર્ણય સરકાર ઉપર છોડી દીધો છે. વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાનની સામે ૧૬મી જૂનના દિવસે માન્ચેસ્ટરમાં મેચ રમશે. આ મેચ ઉપર હાલ શંકાના વાદળો ઘેરાયેલા છે. કારણ કે, પુલવામા હુમલા બાદ દેશના લોકો આ મેચ ન રમાય તેમ ઇચ્છે છે.

Previous articlePM મોદી કાલે ૧૨ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૫૦૦૦ કરોડ જમા કરાવશે
Next articleભારતમાં માનસિક રોગો વિશે ભિન્ન વિચારો  – વિજ્ઞાન જાથા