લીમડી તાલુકાના કમાલપર ગામેથી ચલાળા ગામે લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ધંધુકા પોલીસે બાતમી રાહે વોચમાં રહી બાજરડા ગામ પાસેથી ઝડપી લીધો હતો.આગામી ૩૧ ડિસેમ્બર અનુસંધાને દારૂ જુગારની પ્રવૃત્તિ સામે કડક પગલા લેવાની સુચના અન્વયે ધંધુકા પી.આઈ. એ.બી. જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ધંધુકા પો.સ.ઈ. આર.બી. રાણાએ તેમજ પો.કો. પ્રદિપસિંહ, પો.કો. નિકેતકુમાર, પો.કો. નરેન્દ્રસિંહ, પો.કો.પ્રવિણભાઈ, પો.કો. કુલદિપસિંહ, પો.કો. પરાક્રમસિંહ તથા પો.કો. સત્યપાલસિંહે ખાનગી રાહે સચોટ માહિતીના આધારે બાજરડા ગામ પાસે વોચમાં હતા. દરમ્યાન કમાલપુર ગામથી ચચાણા ગામે સ્કોર્પીયો ગાડીમાં પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂ લઈ જતા વિરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઝાલા તથા મહેશભાઈ લક્ષ્મણભાઈ કો. પટેલ રહે.કમાલપુર તાલુકાો લીંબડીનાને પોલીસે ઝડપી પાડ્યા હતા. વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે બોટલ નંગ-રર૮ કિંમત ૬૮૪૦૦ તથા મોબાઈલ ફોન-ર કિંમત રૂપિયા ૧પ૦૦ તથા સ્કોર્પીયો ગાડી કિંમત રૂપિયા ૩ લાખ મળી કુલ ૩૬૯૯૦૦નો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો છે. ઈસમો વિરૂધ્ધ ધંધુકા પોલીસે પ્રોહી એક્ટ કલમ ૬પ-એ (ઈ) ૮૧-૯૮ (ર) મુજબ ગુનો નોંધ્યો છે.