ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન માટે જહી રહેલા રાણપુર તાલુકાના શિક્ષકોની રાણપુર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ પ્રાથમિક શિક્ષકો તેમના પડતર પ્રશ્ને લઈ સરકાર સામે મોરચો માંડીને તબક્કાવાર લડત ચલાવી રહ્યા છે ત્યારે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા આજે ગાંધીનગર ખાતે ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેથી ગાંધીનગરમાં ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરવામાં માટે બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકા ના શિક્ષકો ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે રાણપુર પોલીસ દ્વારા બોટાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ મહોબ્બતસિંહ ચાવડા, પ્રવિણસિંહ મોરી, હસમુખભાઈ પટેલ, કાદરભાઈ કોઠારીયા, મનુભાઈ પરમાર સહીત અનેક શિક્ષકોની અટકાયત કરીને તમામને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા અને ત્યા પણ શિક્ષકો એ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.