દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફટાકડા ફોડી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પૂનઃ મુખ્યમંત્રી બનાવવાના નિર્ણયથી ખુશી વ્યક્ત કરી હતી. દામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અમરશીભાઈ નારોલા, દેવેન્દ્ર જુઠાણી, દિલીપભાઈ અજમેરા, વીરેન્દ્ર પારેખ, સુરેશભાઈ અજમેરા, મુકેશગીરી ગોસ્વામી, તુષારભાઈ પાઠક, ભરતભાઈ શાહ, જગદિશભાઈ ધોળકીયા, વિજયભાઈ બોસમીયા, જતીનભાઈ ગાંધી, પિયુષ જોશી, અશોકભાઈ સોની સહિત દામનગર શહેરના ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સહિત ખુબ મોટી સંખ્યામાં વિજયભાઈ રૂપાણીને પૂનઃ મુખ્યમંત્રી પદ માટે નામ જાહેર થતા દામનગર ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી સાથે અનેકો વેપારીએ ખુશી વ્યક્ત કરી ફટાકડા ફોડી વિજયભાઈ રૂપાણીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.