રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા હાલમાં આઈપીએસ કેડરનાં અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી રહી છે. જેમાં આજે વધુ બદલી કરાઈ હતી તેમાં ભાવનગર જિલ્લા પોલીસ વડાની પણ બદલી કરવામાં આવી હતી. ભાવનગર એસ.પી. તરીકે ફરજ બજાવતા પી.એલ.માલની ગૃહ વિભાગ દ્વારા સુરત અમદાવાદ ઝોનનાં ડેપ્યુટી કમિશ્નર તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી હતી જ્યારે અમદાવાદનાં ડેપ્યુટી જયપાલસિંહ રાઠોડની ભાવનગર એસ.પી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય જિલ્લાનાં આઈપીએસની પણ બદલી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર રેન્જ આઈજી બાદ સીટી ડીવાયએસપીની બદલી બાદ એસ.પી.ની પણ બદલી કરવામાં આવેલ હોય ભાવનગરનાં તમામ પોલીસ અધિકારી નવા બન્યા છે.