ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અલારખભાઈ બાબુભાઈ ઉસડીયા નામના મુસ્લીમ આધેડ આજરોજ શહેરની જુમ્મા મસ્જીદ, આંબાચોક પાસેથી અજમેર શરીફ સાયકલ ઉપર રવાના થયા હતા. આ પ્રસંગે જુમ્મા મસ્જીદના પેશ ઈમામ શબ્બીરબાપુ, કાળુભાઈ બેલીમ, શબ્બીરભાઈ ખલાણી, સતારભાઈ ચુગડા, સોહિલભાઈ સીદી, અહેમદભાઈ પાનવાળા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નમાજી ભાઈઓ એકત્રીત થયા હતા અને સામુહિક દુવા અને ઈસ્લામી નારા લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અલારખભાઈ આ અગાઉ ૯ વખત ભાવનગરથી સાઈકલ લઈ અજમેર શરીફ જઈ આવ્યા છે.