પુલવામાં હુમલા બાદ આખા દેશમાં આક્રોષ જન્મી રહ્યો છે. સૌ કોઇ શહીદો પોતપોતાની રીતે શ્રધ્ધાંજલિ આપી રહ્યાં છે. કોઇક શહીદોનાં પરિવારને આર્થિક મદદ કરીને તો કોઇક કેન્ડલ માર્ચ કરીને તો કોઇક રસ્તા પર પાકિસ્તાન પર પોતાનો ગુસ્સો દાખવીને રોષ બતાવી રહ્યાં છે. આવો જ આક્રોશ રાજકોટમાં પણ દેખાય છે. આ હુમલા પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન હરકતમાં આવ્યું છે. તેમણે બેનરમાંથી પાકિસ્તાનનું નામ હતું તેની પર કાળો પટ્ટો લગાવી દીધો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક મોટું બેનર બનાવડાવ્યું હતું. જેમાં ૧૦ દેશનાં નામ હતા જેમાંથી પાકિસ્તાનનાં નામ પર કાળી પટ્ટી લગાવી દીધી છે. આ બેનરમાં ભારત, ઓસ્ટ્રેલિયા ઇન્ગલેન્ડ, સાઉથ આક્રિકા, ન્યૂઝિલેન્ડ, શ્રીલંકા, વેસ્ટઇન્ડિઝ, ઝિમ્બાબવે, બાંગ્લાદેસ સાથે પાકિસ્તાનનું પણ નામ હતું. જેને કાઢી નાંખવામાં આવ્યું છે.
પુલવામા હુમલા પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન હરકતમાં આવ્યું છે.