અહમદ પટેલે રાહુલ-પ્રિયંકાની સભાની તૈયારીની સમીક્ષા કરી

700

૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક તેમજ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અડાલજ ખાતે યોજાનારી જાહેરસભાને લઈ ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અહમદ પટેલે શનિવારે કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને તૈયારીની સમીક્ષા કરી હતી.

ત્રિમંદિર પાસે યોજનાર જાહેરસભાની તૈયારીઓ તેમજ ગાંધીઆશ્રમની પ્રાર્થનાસભાની તૈયારીઓને લઈ સાંસદ અહેમદ પટેલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિતના લોકો સાથે મિટિંગ કરી હતી. સમગ્ર આયોજનને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

અહેમદ પટેલ સહિતના નેતાઓએ શનિવારે અડાલજ પાસે જ્યાં સભા યોજાવાની છે, તે સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ ગાંધી આશ્રમની મુલાકાત લઈ સમગ્ર બાબતની ચર્ચા કરી હતી.

Previous articleભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે પ્રથમ ટ્‌વેન્ટીનો તખ્તો તૈયાર
Next articleમુખ્યમંત્રીએ સુજલામ સુફલામ જળ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો