ST તો ન આવી અને ૨૫% ટિકિટ કેન્સલેશન ચાર્જ કાપ્યો તે નફામાં, લાખો મુસાફર રઝળ્યા

761

એસટી નિગમના કર્મચારીઓની બે દિવસની હડતાળ બાદ શુક્રવારે મોડી રાત્રે માગણીઓ અંગે એક વીકમાં નિર્ણય લેવાની બાહેંધરી આપતા હડતાળ પાછી ખેંચાઈ હતી. આ બે દિવસ દરમિયાન ૨૫ લાખથી વધુ મુસાફરો રઝળી પડ્‌યા હતા. તેમજ ઓનલાઈન બુકિંગ કરનારા પેસેન્જર્સે ટીકીટ કેન્સલ કરાવતા ૨૫ ટકા કેન્સલેશન ચાર્જ કાપી લેવામાં આવ્યો છે. જો રિફંડ ન મળે તો એસટીના એમડી સુધી ફરિયાદ કરી શકાશે.

આ અંગે એસટીના જનરલ મેનેજર(એડમિનિસ્ટ્રેટિવ)બી.ડી.વાઘેલાએ ડ્ઢૈદૃઅટ્ઠમ્રટ્ઠજાટ્ઠિ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હડતાલ દરમિયાન ટીકીટ કેન્સલ કરાવનારા પ્રવાસીઓનો કેન્સલ ચાર્જ લેવામાં આવ્યો છે, કારણ કે પ્રવાસી સામેથી ટિકીટ કેન્સલ કરાવતો હોવાથી કેન્સલેશન ચાર્જ આપવો પડે છે. તેમજ જે ટ્રિપ રદ થઈ છે તેનું પ્રવાસીને પુરતું રિફંડ આપવામાં આવ્યું છે. જ્યારે જે પ્રવાસીઓનો કેન્સલ ચાર્જ લેવામાં આવ્યો છે, તે પાછો આપવાને લઈ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

આ ઉપરાંત લગ્નમાં એસટી બસ ભાડે રાખનારાઓ છેલ્લી ઘડીએ હેરાન થઈ ગયા હતા. તેમને નિગમ પૈસા પાછા ચૂકવી આપશે. તેમજ માસિક પાસ ધરાવતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં શાળા-કેલેજે જવાની ફરજ પડી હતી. જો કે તેમને આર્થિક વળતર ચૂકવાશે કે કેમ તે બાબતે નિર્ણય લેવાયો નથી.

સરકાર અને એસટીના કર્મચારીઓની લડાઈમાં પ્રજાજનોનોએ વગરવાંકે હાલાકી ભોગવવી પડી હતી. આ સ્થિતિનો ગેરલાભ લઈને ખાનગી વાહનચાલકોએ ડબલ ભાડાં વસુલ્યા હતા. નિરંકુશ બનેલી સ્થિતિ સામે સરકાર બે દિવસે સક્રિય બની હતી. જેનો પ્રજાજનો ભોગ બન્યા હતા.

Previous article૨૫ ફેબ્રુ.એ બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્રો સ્કૂલો પર મળશે
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા રેલવે ૪ માર્ચથી ખાસ ટ્રેન શરૂ કરશે