કેવડિયા કોલોની ખાતે બનાવાયેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે રેલવે દ્વારા લોકોને ખાસ સુવિધા આપવાનુ નક્કી કર્યુ છે.
રેલવે દ્વારા સરદાર પટેલની પ્રતિમા જોવા માટે ઉત્સુક લોકોને ધ્યાનમાં રાખીને એક ખાસ પેકેજ ડિઝાઈન કરવામાં આવ્યુ છે. જેના ભાગરુપે એક વિશેષ ટ્રેન ચાર માર્ચથી શરુ કરાશે. આ ટ્રેન ચંદીગઢથી ઉપડશે.
ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રિકો માટે સાત દિવસનુ એક પેકેજ ડિઝાઈન કરવામાં આવ્યુ છે.જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર, મધ્યપ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, શિરડીના સાંઈ બાબા મંદિર અને મહારાષ્ટ્રના ઔરંગાબાદના જ્યોર્તિલિંગનો પણ સમાવેશ કરાયો છે.
ચંદીગઢની સાથે સાથે યાત્રિકો રુટ પર આવતા બીજા સ્ટેશનો પરથી પણ ટ્રેનમાં બેસી શકશે.આ ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પર રોકાશે અને યાત્રિકોને બસ મારફતે સ્ટે્ચ્યુ ઓફ યુનિટી જોવા માટે લઈ જવાશે.