રાજ્યમાં દર ત્રણ દિવસે એક સિંહનું મોત, બે વર્ષમાં ૨૦૪ મોતને ભેટ્યા

769

એશિયાઈ સિંહના મોતની ચિંતાજનક સંખ્યા બહાર આવી છે. વર્ષ ૨૦૧૮માં ૬૭ સિંહ અને ૫૬ સિંહ બાળ મળી કુલ ૧૨૩ સિંહોના મોત થયા હતા. તો સરેરાશ દર ત્રણ દિવસે એક સિંહનું મોત થાય છે. આમ છેલ્લા બે વર્ષમાં ૧૧૦ સિંહ અને ૯૪ સિંહ બાળ મળીને ૨૦૪ના મોત થયા હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. બે વર્ષમાં ૩૩૧ દીપડાના મોત થયા છે.

તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭માં ૪૩ સિંહ અને ૩૮ સિંહબાળ મળી કુલ ૮૧ સિંહોના અને ૧૪૮ દીપડા અને તેના બચ્ચાના મોત થયા હતા. વર્ષ ૨૦૧૮માં ૬૭ સિંહ અને ૫૬ સિંહ બાળ મળી કુલ ૧૨૩ સિંહોના અને ૧૮૩ દીપડાના મોત થયા હતા. ૮૯ સિંહ અને ૮૮ સિંહ બાળના મોત કુદરતી રીતે થયા છે જ્યારે ૨૧ સિંહ અને ૬ સિંહ બાળના મોત અકુદરતી રીતે થયા છે.

વર્ષ ૨૦૧૫માં ગીરમાં સિંહોની કુલ સંખ્યા ૫૨૩ની આસપાસ હતી. વર્ષ ૨૦૦૮માં એશિયાટિક સિંહોને ઇન્ડેન્જર શ્રેણી હેઠળ સામેલ કરવામાં આવ્યા હતા. એટલે કે સિંહોનાં મૃત્યુને કારણે તેમની સંખ્યામાં સતત ઘટાડો થવાના કારણે તેમના જીવન પર જોખમ વધી રહ્યું છે.

રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ૩૪ સિંહોના મોત રોગના કારણે થયા હતા જે પૈકી ૨૭ સિંહ ઝ્રડ્ઢફ અને બેબેસિયોસિસના ઈન્ફેક્શનથી મોતને ભેટ્યા હતા. સિહોંના સરંક્ષણના સંદર્ભમાં વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે સિંહોને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. સિંહોનું પોરબંદરમાં સ્થળાંતર કરવા માટે જલ્દી નિર્ણય લેવાશે.

સિંહોની વસ્તીમાંથી ૩૦ ટકા જેટલા સિંહ ગીર અભ્યારણ્યથી બહાર રહે છે. જેથી આ સિંહોના અકસ્માતે પણ મોત થતા હોય છે. ઉપરાંત ખુલ્લા કુવામાં પડવાથી, ખેતરની ફરતે લાગેલા વીજ વાયરના કરંટથી, રેલવે અકસ્માત અને રોડ અકસ્માત સિંહોના મોતના મુખ્ય કારણ છે. ઝ્રડ્ઢફ અને બેબેસિયોસિસના ઈન્ફેક્શનથી પણ સિંહના મોત થયા છે.

Previous articleકેમિકલ ટેન્કરમાં ભીષણ આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ
Next articleસોમનાથમાં ૩ દિવસીય દ્વાદશ જ્યોતિર્લીંગ મહોત્સવનો પ્રારંભ