આસામના ગોલાઘાટ જિલ્લાના એક ચાના બગીચામાં ઝેરી શરાબ પીધા બાદ હજુ સુધી ૯૩ લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં અનેક મહિલાઓનો સમાવેશ થાય છે. આજે સવારે આ સંખ્યા ૫૯ હતી જે હવે એક પછી એક વધી રહી છે. હજુ પણ જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાની હોસ્પિટલમાં ૧૦૦થી વધારે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. ૨૫૦થી વધુ લોકોએ ગુરૂવારના દિવસે ચાના એક બગીચામાં શરાબનો ઉપયોગ કર્યો હતો. શરાબની એક દુકાનમાંથી આ ખરીદી કરવામાં આવી હતી. આ લોકો સાલીમીરા ચા બગીચામાં કામ કરી રહ્યા હતા. પોલીસે આ ઘટનાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલે ઘટનાની તપાસના આદેશ કરી દીધા છે. ઘટનાને લઈને જિલ્લાના બે એક્સાઈઝ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગોલાઘાટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહેલા તબીબોનું કહેવું છે કે દેશી ઝેરી શરાબ પીધા બાદ આ તમામ લોકોના મોત થાય હતા. હોસ્પિટલમાં લાવવામાં આવેલા મોટાભાગના લોકોની હાલત ગંભીર હતી. મોતને લઈને ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ અપર અસામ મંડળ સોનવાલના મામલાની તપાસનો આદેશ જારી કર્યા છે. આસામમાં આક્રમક કાર્યવાહીનો દોર હવે શરૂ થઈ ચુક્યો છે.
જોકે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે ૧૦૦થી વધુ લોકો હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઝેરી શરાબથી મોતનો આંકડો ૯૩ ઉપર પહોંચી ચુક્યો છે અને ૧૦૦થી વધુની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે જેથી આસામ સરકાર પણ હચમચી ઉઠી છે.