જમ્મુ કાશ્મીરના પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વિસ્ફોટક બિન્દુએ પહોંચી ગયા છે. આ અંગેની કબુલાત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ કરવામાં આવી છે. ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકા બંને દેશો સાથે સંપર્કમાં છે. તેમને આશા છે કે કાશ્મીર ખીણમાં અશાંતિની સ્થિતી વહેલી તકે હળવી બને તે જરૂરી છે. અમેરિકી પ્રમુખે કહ્યુ છે કે ભારતે ૫૦ જવાનો ગુમાવ્યા છે અને તે ખુબ મોટા અને કઠોર પગલા લેવાની ફિરાકમાં છે.
ઓવલ ઓફિસમાં ટ્ર્મ્પે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં સંબંધ ખુબ ખરાબ થઇ ગયા છે.ટ્રમ્પે કહ્યુ છે કે તંગદીલી વહેલી તકે ખતમ થાય તે જરૂરી છે. ખુબ મોટી સંખ્યામાં લોકોને મારી નાંખવામાં આવ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગયા સપ્તાહમાં પુલવામા ખાતે થયેલા ત્રાસવાદી હુમલા અંગે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જેશ દ્વારા લેવામાં આવી હતી. ત્યારબાદ સેનાની સાથે ત્રાસવાદીઓની અથડામણ પણ થઇ છે. જેમાં પાંચ જવાન શહીદ થયા છે. ભારત હાલમાં ખુબ કઠોર પગલા લેવા વિચારી રહ્યુ છે. અમેરિકાએ પાકિસ્તાનની સહાય રોકી દીધી છે. પાકિસ્તાનને ભારત તરફથી હાલમાં હુમલાની દહેશત પણ સતાવી રહી છે. જેથી તેના દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. અમેરિકી પ્રમુખે કહ્યું છે કે ભારત સરકાર આક્રમક મૂડમાં છે અને કઠોર પગલાં લઈ શકે છે. અમેરિકાએ હાલમાં સ્થિતિ પર નજર રાખી છે. ભારતે હાલમાં મોટી સંખ્યામાં લોકો ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. લોકો જુદી જુદી વાત કરી રહ્યા છે. હાલમાં ખૂબ જ નાજુક સ્થિતિ છે.