ભાવનગર જિલ્લાકક્ષાનો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું ઉદ્દઘાટન તા.ર૧ને ગુરૂવારે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયાના હસ્તે પ્રાથમિક શાળા કુંઢેલી (તળાજા)માં રાખવામાં આવેલ.
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના ઉદ્દઘાટનમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકાર ડો.તાબિયાડ, તાલુકા પંચાયત તળાજાના સદસ્ય શંભુભાઈ ગોટી, કુંઢેલી ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રસિંહ રાણા, પ્રાથમિક શાળા કુંઢેલીના આચાર્ય સુરેશગીરી ગોસ્વામી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુંઢેલી મેડિકલ ઓફિસર ડો.કિસ્મત બક્ષી અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.છાયાબેન લખાણી હાજર હતા.
ભાવનગરના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એ.વી. તાબિયાડે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની રૂપરેખા જેવી કે ભાવનગર જિલ્લામાં શાળા/આંગણવાડી અને અન્ય શાળાઓ કુલ ર૯પ૩ મળી કુલ ૪,૬૮,પ૬૮ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે. શાળા આરોગ્ય તપાસણી કરવા માટે ૧૮૩ કાર્યકરો અને ૪૦ર૭ ટીમ મેમ્બર દ્વારા કામગીરી કરવામાં આવશે. ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહજી સરવૈયા અને સામાન્ય કે ગંભીર રોગોમાં ડોક્ટરો પાસે તપાસ કરાવી સેવા લેવા અનુરોધ કરેલ છે.શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના ઉદ્દઘાટનનું સફળ આયોજન અને આભારવિધિ ડો.એન.ડી. પટેલ મેડીકલ ઓફિસર સરતાનપરે કરેલ અને તળાજા તાલુકામાં આરોગ્યની સારામાં સારી શાળા તપાસણી કામગીરી કરવામાં આવશે તે પણ વાત કરેલ છે.