શિહોર કોંગ્રેસના તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમીત્તિના ચેરમેન રેખાબેન મુળજીભાઈ ચૌહાણ ની સામે તમામ પક્ષોના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકેલ હતી. પરંતુ તારીખ ૨૨/૨/૨૦૧૯ના રોજ શિહોર તાલુકા પંચાયતમાં મિટિંગ મળેલ હતી પરંતુ દરખાસ્ત કરનાર કોઈ સભ્ય હાજર નહીં રહેતા ભાજપના ટેકાથી ચેરમેન યથાવત રહેતા રાજકીય વર્તુળોમાં ભુકમ્પ સર્જાયેલ છે.જેમાં ભાજપના અનુસૂચિત જાતિના જિલ્લા પંચાયતના માજી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શશીભાઈ ભોજ,માજી સામાજિક ન્યાય સમિતિ ભાવનગરના કાનજીભાઈ સાગધરા,માજી કોર્.ં સભ્ય શિહોર તાલુકા પંચાયત ના બાબુભાઇ સોલંકી, અપક્ષ, શિહોર નગરપાલિકાના કોર્પોરેટર બાબુભાઇ ચૌહાણ, શિહોર નગરપાલિકાના માજી પ્રમુખ મગનભાઈ મકવાણાઅને ચેરમેન રેખાબેન ચૌહાણ તથા મુળજીભાઈ ચૌહાણ ઉપસ્થિત રહેલ હતા.