આજરોજ બોટાદ ખાતે ભાવનગર બોટાદ અમરેલી રેન્જ આઇ જી અશોકકુમાર યાદવ દ્વારા બોટાદ ની મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં બોટાદ સર્કિટ હાઉસ ખાતે ભાવનગર બોટાદ અમરેલી રેન્જ આઇ જી અશોકકુમાર યાદવ નું બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ડી.વાય.એસપી ચૌહાણ ડી.વાય.એસપી મુધવા સહિત અધિકારીઓ દ્વારા પણ ફૂલહાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના તમામ પોલીસ અધિકારી પીઆઈ પીએસઆઇ હાજર રહી સર્કિટ હાઉસ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.