આદર્શ પ્રાથમિક શાળા કોળીયાકનો બિલ્ડીંગ ઉદ્ધાટન અને છઠ્ઠો વાર્ષિક મિલન સમારોહ ઉઝવાયો હતો. કે.પી.સ્વામી સ્વામિનારાયણ ગુરૂકુળ ભાવનગરએ શાળા બીલ્ડિંગનું ઉદ્ધાટન કરી અને જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહિદ્ય થયેલ જવાનોને શ્રદ્ધાજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરેલ. શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું સુંદર પ્રદર્શન એલ.ઈ.ડી. સ્ક્રીન પર લોકોએ નિહાળ્ય્ હતું. ત્યાર બાદ બાળકોને શિક્ષણ, ખેલકુદ અને પુસ્તક પ્રતિયોગીતા, વિશિષ્ટ સિદ્ધિઓમાં શ્રેષ્ઠ દેખાવ માટે ઈનામો અને પ્રમાણપત્ર અપાયા હતાં.
કે.પી.સ્વામી અધયક્ષ સ્થાને કાર્યક્રમમાં બાળકોએ ગુજરાતના સંતો, સ્ત્રીભૃણ હત્યા પર આકર્ષક સ્પીચ આપી હતી. લાડકવાયી દિકરી અને મોબાઈલના દુષણ જેવા વિષય પર નાટક રજુ કર્યા હતાં. નાના ભુલકાઓએ અંગ્રેજી સોંગ પર એકશન ડાન્સ, કવાલી, દેશભક્તિ ગીત પર ડાન્સ અને ગરબા જેવી કૃતિઓ રજૂ કરી હતી.
કોળિયાક ગામના સરપંચ જગદીશભાઈ સોલંકી, પુર્વ આર.ટી.ઓ વી.ડી.જેઠવા, માજી સરપંચ ગોવિંદભાઈ ડાભી, બેલા સંસ્થાના આચાર્ય જશવંતભાઈ કાકડિયા સલમાન બાપુ, સ્વામિનારાયણ ગુરૂકુળ સોસિયાના સુખદેવસિંહ ગોહિલ, આર.પી. ગૌત્તમ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ભારતસિંહ ગોહિલ, રાજુભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ જોશી, ઉપસરપંચ મારબેન વાળા, તાલુકા પંચાયતના પ્રમુખ રઘુભાઈ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય કાળુભાઈ સોલંકી, અકવાડાના માજી સરપંચ માવજીભાઈ જેઠવા, વિપુલભાઈ સોલંકી સરપંચ ગુંદી, રઘુભાઈ ગોહિલ સરપંચ કુડા, નારૂભા ગોહિલ, સરપંચ હોઈદડ, રફીકભાઈ સરવૈયા, અન્સારી અલી કાનાણી- પ્રેસ રિપોર્ટર, રાજુભાઈ સોની, એકતા યુવક મંડળના પ્રમુખ દિનેશભાઈ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી બાબુભાઈ સોલંકી, રાઘવભાઈ બારૈયા, આચાર્ય ઓધાભાઈ બારૈયા, શૈલેષભાઈ દવે તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ.