બોટાદ એસ.ઓ.જી શાખા ના અના.એ.એસ.આઇ એન.એમ.ચૌહાણ, મુકેશભાઇ રાજાભાઇ, ભગીરથભાઇ બોરીચા, બોટાદ એસ.ઓ.જી. શાખા તથા પેરોલ-ફર્લો,સ્કોડ નો સ્ટાફ બોટાદ ટાઉન વિસ્તારમાં હોટલ તથા ગેસ્ટહાઉસ ચેક કરતા હતા તે દરમ્યાન પાળીયાદ રોડ ઉપર આવેલ હોટલ રઘુવીર ઇનમાં જઇ રજિસ્ટર તથા તેના લીધેલ પુરાવાઓ ચેક કરતા રજીસ્ટરમા બે વ્યક્તિઓ રોકાયેલ હોય અને એક જ વ્યક્તિનુ પ્રુફ લીધેલ હતુ તેમજ અન્ય રૂમમાં કુલ ચાર વ્યક્તિઓ રોકાયેલ હોય અને એક જ વ્યક્તિનુ પ્રુફ લીધેલ હોય તેમજ હોટલ માં લગાડેલ કેમેરાઓના વિઝન ચેક કરી જોતા યોગ્ય એન્ગલ થી કેમેરાઓ લગાડેલ ન હતા આથી હોટલ રઘુવીર ઇન સંચાલકે અધિક જીલ્લા મેજી.ના જાહેરનામા નો ભંગ કરી ઇ.પી.કો.કલમ ૧૮૮ મુજબનો ગુનો કરેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસર કરી વધુ તપાસ માટે બોટાદ ટાઉન પો.સ્ટે ખાતે સોંપેલ છે